??
હે પ્રભુ,
રોજ સવારે જાગીને સૌથી પહેલો વિચાર આવે છે કે
તું કેટલી કાળજી લે છે મારી..?
વાવું હું,તું ઉગાડે..ખાઉં હું,તું પચાવે..
લોહી બનાવે..લોહીને ફરતું રાખે..માથાથી તે પગના અંગુઠા સુધી..
એક દાણામાંથી હજાર દાણા કઈ રીતે બને છે..?
પચે છે કઈ રીતે..?
લોહીને ફરતું રાખવા પંપીંગ કઈ રીતે થાય છે..?
ક્યાં ખબર છે મને કંઈ.?
પાચક રસો કઈ રીતે ઝરે છે?
જીભમાં ભીનાશના અમી આજીવન ક્યાંથી ઝરે છે..?ક્યાં ખબર છે મને કંઈ.?
હા પ્રભુ,મને કંઈ જ ખબર નથી..
પણ
મને એ ખબર છે કે
મારા જીવનની ચિંતા તું કરે છે..
"સર્વસ્યચાહં હૃદિસન્નિવિષ્ઠો"નું ગીતા-વચન છે તારૂ..
મને સંભાળવાનું પ્રણ છે તારૂ..
મારૂ સમગ્ર અસ્તિત્વ,
અને
જીવનની પ્રત્યેક પળના આંનદનો સ્રોત તું,
માત્ર ને માત્ર તું જ છે...
કૃતજ્ઞ છું પ્રભુ તારા પ્રેમ બદલ..
તારા એ પ્રેમને સમજી શકું એવી સમજણ દે,
અને અનુભવી શકું એવું હૃદય દે..