નવી વહુની સાસુમાને અરજ દર્શાવતો નાનકડો પ્રયાસ... "સાંભળો સાસુમા..."
સાંભળો મારા પ્યારા સાસુમા , ના કરતા ખોટી મગજમારી
સાચવીશ હું તમને બધાને , બજાવીશ પુરી ફરજ મારી
લગ્ન કરી બનીને આવી છું , હું આ ઘરની સદસ્ય તમારી
સ્વીકારજો પુરા મનથી , બસ આટલી જ છે અરજ મારી
કામમાં રહેશે થોડી કચાશ , કામે લગાડજો સમજ તમારી
કોઈ નથી હોતું પરફેક્ટ , મારામાં પણ છે ખામી ખુબ સારી
પ્રયત્ન રહેશે ખુશ રાખું તમને , તમે જ છો હવે માત મારી
ક્યારેય નહિ કરું ઝઘડા , રહીશ હંમેશ માટે હું સાથ તમારી
પિયરમાંથી નહિ લે કોઈ રસ , આ છે મારી પોતાની ઘરસંસારી
નહિ કરે કોઈ ઇન્ટરફિયર , જાણે છે કે આ દીકરીની છે સાસરી
પુત્ર પ્રેમમાં પડશે ભાગ , કદાચ રહ્યા તમે આ વિચારી
ભાગના બદલે બમણો થશે પ્રેમ , કેમકે એમાં મારી પણ હશે ભાગીદારી
મારે પણ છે ભાઈ , આવનાર ભાવિમાં લાવશે એ ભાભી મારી
જેવી મમ્મીને એની આશ , એવી જ હું પણ નીભાવીશ જવાબદારી
જેવી મારી દીકરી , એવી જ સામેવાળાની દીકરી
જો તમે પણ સમજશો , તો નહિ થાય તારીમારી
એક્શન આપશો તો મળશે રિએકશન , ન્યુટનનો આ નિયમ બહુ ભારી
નારી છું હું આજના યુગની , નથી રહી કાંઈ અબલાનારી
*-*-*-*-*-*-*-*-*-*-*