જો કડવો સ્વાદ પસંદ ના હોય તો એક કામ કરવું કોઈ પણ વસ્તુ પર સાકર ભભરાવી દેવી..
પણ આપણે તો સુદર્શન નો ડબ્બો જ સાથે રાખીને ફરીએ છીએ.
કોઈ જોડે કંઈક અણબનાવ થયો..યા તો લાઈફમાં કડવો પ્રસંગ આવ્યો તો એ પ્રસંગને મગજમાં જ ભરી રાખ્યો..ને જે નવા પ્રસંગ બન્યા તેમાં પણ કડવાશ જ ભેળવી તો મધુરતા ક્યાંથી આવે ?
દુ:ખની કિંમત કેટલી ? એને મનમાં સંઘરી રાખીએ એટલી..
જેમ પીપરમેન્ટ ને ચગળ્યા કરીએ છીએ અને કડવી દવા ગળે ઉતારી દઈએ છીએ એમ જીવનમાં મનગમતી ઘટના અને મીઠા પ્રસંગો ને મનમાં ચગળાવ્યા કરીએ અને કડવી દવા જેવા કડવા પ્રસંગો અને અણગમતી ઘટના ને ગળે ઉતારી દઈએ તો જીવનમાં ક્યારેય નાખુશ રહેવાનો પ્રસંગ જ નહિ આવે..
આપણી પાસે ક્યો ડબ્બો છે ?
સાકરનો કે સુદર્શન નો ?
આજ સુધી આપણે હર એક વસ્તુ પર શું છાંટતા આવ્યા છીએ વિચારો..
આચાર્ય વિજય અભયશેખરસૂરિ..(કારેલું)