*રાતલડી...*
કેવું હતું બચપણ આપણું, શું તને યાદ છે ?
બિછાવી ચારપાઈ બારણે લેતા ભૂગોળ જ્ઞાન !
ટમટમતા તારલિયા ભેળો ઉજળો એક ચાંદ,
આછી આછી ચાંદનીમાં રેહતો ગુલમસ્તાન !
ઝગમગ ઝગમગ આગિયા રાતલડીની શાન,
માચીસની ડબ્બીમાં પૂરી કરતાં પ્રયોગ મહાન !
ઝબૂક ઝબૂક લાઈટ કરતું વિમાન જ્યારે જાતું,
વિસ્મય પામી પ્રશ્ન કરતાં સહુ બાલુડા નાદાન !
કાળી કાળી રાતલડીની ભાઈ અનેરી ઘણી વાતો,
રંગ વગરની દુનિયાં તોયે જે ઈશનું અનોખું વરદાન !
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*