Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# મેજીક બોકસ ...( મસાલા પાળુ )

ખરેખર લેડીઝ, કોઇ મોટા " શેફ " કે રસોઈ ના જાણકાર કે બનાવનાર...તેમને ખબર છે...મસાલા પાળુ એ કોઇ મેજીક બોકસ થી કમ નથી.

મને કેટલાય દિવસથી આના વિશે પોસ્ટ કરવા નુ હતું પણ રેસિપી જ પોસ્ટ થઇ જતી. ?

મારા રવિવાર ની સાફસફાઈ માં આનો પણ નંબર લાગ્યો.
લૂછી સાફ કરી બધી ડબીઓ માં મસાલા ભર્યા. આહાહા
....એટલા કલરફૂલ, સુંદર લાગ્યા જેમ ઇન્દ્રધનુષ આકાશ મા કલર વિખેરે છે...તેમ પાળુપણ કલર ફૂલ લાગ્યુ..

દોસ્તો આ તો થઇ પાળા ના મસાલા ની કલરફૂલ તારીફ.
પણ એના ગુણ પણ એટલા જ ગુણકારી ને ઔષધિ છે.
જેવું કે જીરું..વઘાર મા ટેસ્ટ લાવે છે..જોડે તે પાચક ને ઠંડક આપે છે...મેથી દાણા આના ગુણ ને સવ કોઇ જાણકાર થયા છે. રાત્રે પલાળી સવારે નરણા કોઠે લેવા થી શરીર ના વાયુ રોગ ને હરે છે. સાંધા ના દુખાવા લાંબે ગાળે મટે છે.
હળદર એન્ટીસેપ્ટીક છે...રાત્રે ઉધરસ માં ગોળ જોડે લેવાય છે. શરદી કફ માં ગરમ દૂધ માં નાંખી પીવાય છે.
લોહી વહેતું હોય હળદર દાબી દઇએ છીએ.

તીખું લાલ તમ તમતુ મરચું પાવડર ટેસ્ટ જોડે લોહી ને હરતુ ફરતુ ને પાતળુ રાખવા ઉપયોગી થાય છે. તામસી ગુણ ને લીધે રોગ સામે પણ લડે છે.

હું ખટાશ મા અમલી ને બદલે ભીના કોંકમ વાપરુ. તે પી-ત ને એસીડીટી શામક છે..ઉનાળામાં તેનું શરબત પીવા થી ઊલટી, ઉબકા, ચક્કર પર ફાયદા રુપ છે.

અમે કોંકણ ફરવા ગયા ત્યા કોકમ શરબત દરેક ઠેકાણે હોય છે એનાથી જ તરસ છીપાય છે. ત્યાના કોકમ ને શરબત પણ વખણાય છે.

દોસ્તો ધાણા જીરું પાવડર ને ગરમ મસાલા ના ગુણ તો છે જ. આ મસાલા આપણી રોજ ની અને સ્પેશયલ રસોઈ માં પણ વાપરી એ છીએ.

હવે આવી એ સ્વાદ પર રસોઈ માં સ્વાદ નું હોવું ખૂબ જ જરૂરી છે.

પાળુ, ને અંદર ના મસાલા આપણી બહુ સમીપ હોય છે.ચ્હા પછી મારા ખયાલ થી તેનો જ નંબર લાગતો હશે.
કારણ સવાર ના ટીફીન માં, છોકરાઓના લંચબોકસ માં, નાસ્તા માં.....હશશશ. છેવટે રસોઇ માં ?

રોજીંદા દાળશાક માં, ગ્રેવી વાળા શાક માં, પુલાવ, બિરયાની, ઊંધીયા માં, તેનું આગવું મહત્વ છે.

આ તો થઇ પાળા ના મસાલા ની વાત લીલા મસાલા, ખડા મસાલા ગુણ ની જોડે સ્વાદ આપનારા છે.

દોસ્તો હવે તમે વાપરતા હોય તે મસાલા ના ખબર હોય એ ગુણ
ને રસોઈ માં કયો મસાલો વાપરો છો તે ચોકકસ થી જણાવજો...

અને મેજિક બોકસ ના પીક પણ જરૂર થી મોકલજો. ??

Gujarati Blog by Kavita Gandhi : 111118646
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now