પાનખર...
જુઓને અમે તો હરખપદુડા થતાં થતાં રહી ગયા,
લીલાં પાન હતા કાલે, આજ સુકાઈને ખરી ગયા !
જીવન વધુ સુઘડ બને એવી કોશિશ હતી અમારી,
આતો જીવતર ઘટયું ને અનુભવ આઘા રહી ગયા !
કહી દો વસંતને, તારા વગર હવે કંઇ અટકી ના પડે,
રોજ થોડું થોડું ધળતા, પાનખરના આદિ થઈ ગયા !
કાલે જે મરતાં, આજ મરી જઈશું ! એટલું જ ને ?
ડરી ડરી જીવવાના, એ બિહામણાં પૂરા થઈ ગયા !
બાળપણથી ઘડપણનો સબક આ જાણી લેજો, કે
દિલમાં જોમ ભરી જે જીવ્યા એના દાયકા થઈ ગયા !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.