------------------------
જેનામાં જે હોય એની પૂજા કરવાથી મળે છે .
માં -બાપે ભૌતિક ચિંતા કરી , કોકે આત્માની ચિંતા કરી . અરિહંત પરમાત્માએ સર્વેના હિતની ચિંતા કરી શાસનની સ્થાપના કરી .
પ્રતિમામાં પ્રભુના દર્શન થવા જોઈએ .
પ્રભુની આજ્ઞાનું પાલન મહત્વનું છે .
મુક્તિની પ્રાપ્તિ ફકત અરિહંત પરમાત્માની આજ્ઞાથી છે .
પ્રભુ રાજી રે એવું કરવું છે .?
સમાજને રાજી રાખવામાં પ્રભુ નારાજ છે .
જગતને રાજી રાખવાવાળા જગતમાં જ અટવાશે .
જગતપતિને રાજી રાખનારો મુક્તિને વરે છે .
જન્મ - મરણની વચ્ચે અટકાવવું છે કે એનો અંત લાવવો છે .
ક્યાં જવું છે નક્કી કરો .
મૃત્યું અવશ્ય છે .
મર્યા પછી ન જન્મ્યાં એવા ઘણા દાખલા છે .
મૃત્યુ ને કેવું બનાવવું એ આપણાં હાથમાં છે .
રૂપિયા પર જેટલી શ્રધ્ધા છે એટલી પૂન્ય -પાપના સિધ્ધાંત ઉપર શ્રધ્ધા છે ખરી ?
પ્રભુના વચન પર વિશ્વાસ ન હોય તેની પૂજા પણ લેખે ન લાગે .
યાદ રાખજો
સાત નવકાર ના સ્મરણ સાથે એક વાક્ય આ પણ બોલજો " CONFIRM RETURN TICKET "
સાથે લઈને જ આવ્યો છું .
જય જિનેન્દ્ર .
આજના પૂનમ ના મહાન મંગલ દિવસે સર્વે ને
.... મિચ્છામિ દુક્કડમ
તપ આદરેલ તપસ્વીઓ શાતામાં હશો ?
નવકારસી , પારણામાં શું વાપરીશું એનો વિચાર નહીં કરતાં .
શુભ ભાવમાં રહેજો