વતનમહીં
એક લટાર મારી મેઁ મારા વતનમહીં.
નથી ઘર પછવાડે વાડા ઈ વતનમહીં.
નજરે નથી આવતા પક્ષીઓ એકાદ,
નથી ચકલી તણા માળા ઈ વતનમહીં.
ગામડું ગયું કે, શહેર પી ગયું આ ગામને.
છાપરે ચઢી ગયા છે ધાબા, ઈ વતનમહીં.
રહીં છે ગાય ભેંસ, માનવ સ્વાર્થથકી.
તેથી નથી આખલા- પાડા, ઈ વતનમહીં.
આનંદ નથી આવતો, આ બેરંગી પુષ્પોંથી,
કારણ, નથી આબાં- લીમડા, ઈ વતનમહીં.
વ્યાપી રહ્યો છે સઘળે જ્ઞાનનો બીજનેસ,
તેથી નથી રહીં સરકારી શાળા, ઈ વતનમહીં.
મન ઉપર ચાલે છે, પૈસા કેરું ચગડોળ
તેથી નથી માનવીમાં "સ્નેહ", ઈ વતનમહીં