આજે તો મારા ઘરની બારી પર ચકલી આવીને બેઠી.હું તો એક્દમ ખુશ થઈ ગઇ અને મોંઘેરા મહેમાન માટે ચણ લઇ આવી.પણ... આ શું?ચકલી તો પાંખ ફફડાવી બીજે બેસી ગઇ,ત્યાં આપ્યું તો ત્યાંથી પણ ખસી ગઇ,હું નવાઈથી એની ગતિવિધિ જોતી હતી,ત્યાં તો એ બોલી:આજ સવારથી તેં મોબાઇલ પર શું માંડ્યું છે?
મેં કહ્યું:ઓહો,એ તો આજ તારો દિવસ છે અને મને તારા અસ્તિત્વની ચિંતા છે એટલે તારા ફોટા અને તારી post મુકું પણ છું અને like પણ કરૂં છું,કેમ તને ન ગમ્યું??
ચકલી:ઓહ,ખરેખર મારી ચિંતા છે???તો તને એટલી ખબર પણ હશે જ ને કે મને નુકસાન તારા આ મોબાઇલથી જ થાય છે....
હું મૌન..!!
ચકલી ફરરર ઊડીને બીજી બારી પર, તમારી બારી પર આવી??
-કિનાર રાણા