?અકારણ ઝગડા ટાળો રીત - પોતાનું કામ ન અટકે એ પર ધ્યાન આપવું નહીં કે કામ કરવાની પધ્ધતિ પર...ૐD
કોઈ ના મતે કામ એટલે નિયમ તો કોઈ ના મતે કામ એટલે અન્યનો સમય સાચવી લેવો. જેમકે કોઈ સવારે વહેલા ઉઠીને ચા નાસ્તો બનાવે ત્યારબાદ ઘરનું નાનું મોટું કામ, બપોરનું જમવાનું, રાત્રી ભોજન વગેરે. પણ બને એવું કે જમવાનું અને કામ સમયસર પતાવ્યા પછી કોઈ પોતાનું મનગમતું કરે છે તો એ અન્ય ને ખટકવા લાગે છે અથવા કામ કરતાની સાથે સાથે ક્યારેય ફોન પર વાત કરી લીધી કે ટીવીમાં મનપસંદ સીરીયલ જોઈ તો પણ અન્ય ને ખટકવા લાગે છે. તો એક સરળ ઉપાય એ છે કે પોતાનું કામ સમયે પુરુ થાય છે કે નહીં તે જ જોવાનું રહે છે. જો કામ ન થાય તો તકલીફ પણ આપણું પોતાનું કામ ન અટકે તો કામની વચ્ચે ટીવી જોવે કે ફોન પર વાત કરે કશો ફરક પડતો નથી. ફરક ત્યારે પડવો જોઈએ જો કામ સમયે ન થાય તો ! દરેક ની કામ કરવાની રીત હોય છે. આ સમયે આ કામ થયેલ હોવું જોઈએ. બસ એ થી વિશેષ ખાસ ધ્યાન ન આપવામાં આવે તો અકારણ ના ઝગડા ટળી શકે છે...ૐD