કાચો જો રંગ હોય તો ઉતરે સાજન
તમે સ્નેહ નો લગાડ્યો રંગ
ઘસી ઘસીને ઉતારું ના ઉતરે સાજન
તમે કેવો લગાડ્યો રંગ
ગુલાબી ન લીલો ન લાલ સાજન
તમે હેતના ઉડાડ્યા ગુલાલ
સ્હેજ સાજ છાંટણા તો જાય કદાચ
તમે ઘોળી ઘોળી કર્યા વાહલ
મારા અંતરમાં ઉતર્યા ગુલાલ
અંગ અંગ તમે એવા લગાડ્યા રંગ
કે હવે સાત ભાવ ઉતરે ના આતમના રંગ
તનડું ભીજાયું મારું મનડું ભિજાયું
ભીંજાઈ ગઈ હું નખશીખ સાજન
મારા ઉરમાં ઉમટે ઉમંગ
મને લાગ્યો તમારો રંગ
તમે એવા લગાડ્યા રંગ સાજન
હવે ઉતારે ઉતરે ના કેમે સાજન
મને લાગ્યો તમારો રંગ