*એક નગરમાં એક ધનસાર નામે શેઠ રહેતા હતા....!*
*પુણ્યના ઉદયથી તેઓ ખૂબ સુખી હતા ....અને જૈન ધર્મી હતા...!*
*પ્રભુ પ્રિત કરનારા હતા...*
*સ્વદ્રવ્યથી હંમેશા પુજા કરતા હતા...!*
અમુક સમય પછી ..પાપનો ઉદય થતા જાહોજલાલી ઓસરી ગઈ...!
*રોજનું કમાય અને રોજનું ખાય તેવા દિવસો હતા...!*
*પણ ..પ્રભુપૂજા કર્યા વિના કદી રહ્યા નથી... !*
*એકવાર એવું થયું ...દેરાસરની બહાર ફૂલ વેચવાવાળી બહેન આગળ ખુબ જ સરસ અલગ જાતના સુગંધીદાર સરસ ફૂલો આવેલા... તે વિચારે છે કે ,આ* *ફૂલો એવી વ્યક્તિને આપુ, કે જેથી એને પુણ્ય મળે અને મને પણ ...કેમકે જો તેના પ્રભુભકિત ના ભાવ ઊંચા હશે તો તે તો પણ પામશે અને પણ મને પણ પમાડશે... !*
તેને વિચાર આવ્યો ..ધનસાર શેઠ એવી જ પ્રભુની ઉત્કૃષ્ટ ભક્તિ કરે છે..એને આ ફુલ અપાય !
તેમને ફૂલ આપું...!
*ધનસાર શેઠ પૂજા કરવા આવે છે.. ત્યારે તે શેઠ ને કહે છે "આજે અલગ જાતના ફૂલો આવ્યા છે, અને મારે તમને જ આપવા છે ,આજે આપ આ ફૂલો પ્રભુને ચઢાવો ...!"*
*ત્યારે ધનસાર શેઠ કહે છે કે," આ ફૂલો કોઈ સારા શેઠને આપજે... જેથી તને એની સરખી કિંમત મળી રહે હું એની કિંમત ચૂકવી શકીશ નહીં ...!"*
*ત્યારે ફૂલ વેચવાવાળી બહેન કહે છે ,"મારે આ ફૂલ તો તમને જ આપવા છે તમે જ્યારે સુખ ખૂબ સુખી હતા ત્યારે ખોબલે-ખોબલે મને આપ્યું છે એની કોઈ જરૂર નથી આપ ફૂલો લઈ જાવ ...!"*
*પણ... ધનસાર શેઠ મફતમાં ફૂલો લેવા તૈયાર નથી...! તે વિચાર કરે છે મારા ખિસ્સામાં માત્ર પાવલી છે... જે મારે ઘરે જતા રાશન લઈ જવાનું છે... તો શું કરું? પણ પછી... વિચારે છે ,જે થવું હોય તે થાય ...!*
*તે પેલા બહેનને પાવલી આપીને ફૂલો લઈ લે છે ...!*
*હવે દાદાની પૂજા કરવા જાય છે...!*
*ઉત્કૃષ્ટ એવા ફુલો ચડાવતાં દાદા ને કહે છે..." દાદા ! આજ સુધી મેં તિજોરી ભરપુર રાખીને તારી પૂજા કરી છે ...,પણ ..આજે મેં મારુ સર્વસ્વ તને અર્પણ કર્યું છે...* *તારા સિવાય મારે કોઈ નથી.. તું જ આધાર છો ..! આજથી બધું જ તને સોંપી દીધું..!*
*અને ભાવથી પ્રભુની પૂજા કરે છે*!
*આ બાજું દેવલોકમાં ધરણેન્દ્ નું સિંહાસન ચલાયમાન થાય છે...!*
ધરણેન્દ્ અવધિજ્ઞાનથી જુએ છે કે ધનસાર શેઠ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દાદાની પૂજા કરે છે...!
*તરત જ ધરણેન્દ્ પ્રગટ થાય છે.. અને શેઠ ને કહે છે," માગો, જે ઇચ્છા હોય, તે માગો "!*
*ત્યારે શેઠ કહે છે , તમારે આપવું જ હોય તો... આ ફૂલો ચડાવ્યા ને એનું જે પુણ્ય મળ્યું ... તેનું ફળ મને આપો*
*હવે ધરણેન્દ્ દેવની એક પગની મોજડીનું એક મોતી..*
*જેની કિંમત આખા વિશ્વનું ઝર..* *ઝવેરાત ...રૂપિયા ..* *પૈસા .. મહેલ.. મહેલાતો .. મૂકો તોય એ મોતી ના* *ખરીદાય ...તેટલી કિંમત છે ..!*
*એવા ધરણેન્દ્ર કહે છે .."શેઠ એ તો હું તમને ન આપી શકું... કેમકે , તમારા એ પુણ્યની કિંમત આખું દેવલોક પણ ન વાળી શકે ..!*
*એ પુણ્યની સામે દેવલોક તમને આપી દઉં તોપણ ચૂકતે કરી શકાય એમ નથી ...!"*
*ત્યારે શેઠ કહે છે મારા દાદા મને એ ફળ આપી શકવા સમર્થ છે..., તમે નહીં "!*
*ટૂંકમાં પ્રભુ પૂજા કરો ત્યારે સર્વસ્વ સમર્પિત કરો...સ્વદ્વ્યથીપુજા કરો.. પ્રભુ પર બધું છોડી દો... તો, સદગતિ પાકી તો ..* ,
*ભાવ ઉત્કૃષ્ટ.. તો પુણ્ય ઉત્કૃષ્ટ..!*
*પુણ્ય ઉત્કૃષ્ટ...સદગતિ નિશ્ચિત...!*