તમને શું લાગે છે કે આતંકવાદનો ખતરો ખાલી ભારત દેશ ઉપર જ છે!
જી...ના, આતંકવાદ આખી દુનિયામાં પ્રસરેલો એક હિંસક ને ભયાનક સ્વરુપનો હોયછે.
તે ગમે ત્યારે કોઇપણ દેશ ઉપર તેની હિંસક વુર્તી કરી શકે છે. પછી તે અમેરિકા હોય, ચીન હોય, કે રશીયા હોય..કોઇપણ દેશ તેનાથી બચ્યુ નથી ને બચશે પણ નહી. જયાં ને ત્યાં કયારેક ને કયારેક તેની આતંકવાદી પ્રવૃતિ સામે આવી જાયછે.
ન્યુઝીલેન્ડ દેશનું નામ તમે જાણતા હશો, આ દેશ એક શાન્ત ને રમણીય દેશ ગણાયછે..ને આજે આ જ દેશમાંની બે મંઝીદની અંદર ને તેની આજુ બાજુ આતંકીઓએ ગોળીબાર કરીને આશરે પચ્ચીસથી વધારે નાગરીકોને નમાઝના સમયે વિંધી નાખ્યા!
ઘણા લોકો આમાં ઘાયલ પણ થયા ને ઘણાની હાલત સુત્રો અતિ ગંભીર બતાવી રહ્યાછે.
હવે વિચારવાનું એ છે કે શું આ આતંકવાદ કયારેય બંધ થઇ શકે તેમ નથી!
ના ના ના કયારેય પણ નહિ..
કારણકે આજનો માણસ ઘણું સારુ ખરાબ વિચારી શકતો હોયછે.
સારુ કરવાનું વિચારતો માણસ એ હમેશાં સારુ જ કરતો રહેશે પણ જેને ખરાબ ને ખોટું કરવું છે તે હંમેશા ખરાબ જ કરતો રહેશે...
આજના જમાનામાં હિંસા, તોફાનો, જંગ, ચોરી, લુંટ, બળાત્કાર, એ બધા ખરાબ દુષણો એ સામાન્ય બનતા જાયછે ને તે રોજ બરોજ વધતા જશે પણ ઓછા તો કયારેય નહી થાય!
કારણકે આજના જમાનામાં રહેતો દરેક માણસની રહેણી કરણી બહું જ બદલાઈ ગઇછે, આજનો માણસ પ્રેમ ભાવ ઓછો રાખતો થયોછે પણ તેનામાં દુશમની કરીને બદલો લેવાની ભાવના સતત વધતી જાયછે તે માટે તે ઉપયોગમાં લેતા એવા સરસામાન કે હિંસક હથિયારો પણ નવી નવી ટેકનોલોજીવાળા આવતા જાયછે તેનો બહોળો ઉપયોગ એક બીજા દેશો ઉપર થાયછે અથવા તો એકબીજાની સામસામે થતા હોયછે.
આવી પ્રવૃતિ કયારેય થોભશે નહી પણ બલ્કે તેમાં ઓર વધારો થતો રહેશે.
આજે એક દેશ ને બીજા દેશ સાથે ઘણી વ્યાપક નાની મોટી દુશ્મની હોય જ છે બસ આજ તેમની નાની મોટી દુશમની એક દિવસ તે બંન્ને વચ્ચે યુધ્ધ સુધી પહોંચી જાય છે...પેલા દેશે આપણા દેશ સાથે આમ કર્યુ તો ચાલો આપણે પણ તેને એક સબક જરુર શિખવાડીએ, એથી આમ દુશમની શાન્ત થવાને બદલે તેમાં વધારો થતો જાયછે ને આમેય આપણે નાછુટકે નાછુટકે તેની સાથે આમ કરવું પણ પડતું હોયછે જે સ્વાભાવીક હોયછે.
પણ હવે તમે જ કહો કે આમ થવાથી આવી એક બીજાની દુશમની વધે કે ઘટે!
ખરેખર એ સતત વધવાની છે..તેનો કોઇ અંત જ નથી.
સૃષ્ટિ બસ આમ જ એક દિવસ ધીરે ધીરે ખલાસ થઇ જવાની છે.
આતંકીને કોઇ ધર્મ કે નાત જાત સાથેનો સંબંધ હોતો નથી બસ તેને તો એક જ ફોકસ હોયછે કે ગમે ત્યાં હુમલો કરીને માનવજાતને નુકશાન કરો એટલે કે મારો પછી મારી નાખો.
બસ એનું નામ જ એક આતંક...