ફિલ્મોમાં આપણે જોઈએ છીએ કે એક પોલિસ ઇન્સ્પેક્ટર ઘણી વાર કેટલો ઇમાનદાર હોયછે...ફિલ્મી ગુન્ડા તેને ખરીદવા માટે તેના ઘેર પૈસાનું પાર્સલ સુધ્ધા મોકલાવે છે પણ એક સાચો પોલિસ ઇમાનદાર તેની ઇમાનદારીને તુટવા નથી દેતો ને તે પાર્સલ પાછું પેલા ગુંડાઓના અડ્ડા મોકલી આપેછે...
આ વાત થઇ ફિલ્મના એક સાચા પોલીસ ઇન્સપેક્ટરની સાચી ઇમાનદારીની...
પણ આપણે વાત કરવી છે આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં રહેતા એક સાચા ઇમાનદાર રિક્શાવાળાની...
એક દિવસ એક રિકશા વાળા મુસલમાન નામે આશિફભાઇ પોતાની રિક્શામાં એક બેનને બેસાડીને તેમના કોઇ સ્ટોપેજ ઉપર મુકવા જઇ રહયા હતા બંનૈ જણ સામાન્ય વાતચીત કરતા કરતા રિક્શા ધીમે ધીમે ચાલી રહી હતી બસ દશેક મિનીટમાં જ પેલા બેનને ઉતરવાનું સ્ટોપેજ આવી ગયું...ને પેલા બેન થોડીક ચિંતામાં કદાચ હશે ને ઉતરવામાં ને ઉતરવામાં જ તેમની એક નાની થેલી તે રિક્શામાં ભુલી ગયા ને તેમની પાસે બીજો કોઇ સામાન હતો તે તેમને યાદ કરીને રિક્શામાંથી ઉતરતા પોતાના હાથમાં લઇ લીધો..પછી પેલા રિક્શાવાળા ભાઇનું થતું ભાડું આપીને રિક્શાને તેમને જવા દીધી...
આ બાજું પેલા બેનને તો પેલી ભુલાઇ ગયેલી થેલી તેમને કયારેય જલ્દી યાદ આવી નહી..પણ આ રિક્શાવાળા ભાઇએ જરા પાછળ નજર કરતા એક થેલી સીટ ઉપર પડેલી દેખાઇ ને તરત તેને હાથમાં લઇને ખોલીને જોયું તો સાથે એક કાગળના પડીકામાં ચાર તોલાની ચમકતી બંગડીઓ દેખાઇ!
પણ જો કોઇ બીજો રિક્શાવાળો હોત તો કદાચ તેને ઇમાનદારી ના બતાવી હોત ને તરત પોતાના ઘેર જઇને પોતાની પત્નીને આપીને ખુશ કરી દીધી હોત! પણ આ આશિફભાઇ એમાંના ના હતા કારણકે તેમના શરીરના લોહીમાં તેમના ઇમાનદાર માતા પિતાનું લોહી દોડી રહ્યુ હતું માટે જ તેઓ કોઇ પણ વિચાર કર્યા વગર નજીકની પોલિસ સ્ટેશનમાં જઇને બનેલી સઘડી ઘટનાની વાત કરી ને પેલી મળેલ દાગીનાની થેલી પોલિસ સ્ટેશનમાં હાજર રહેલ પોલીસોને સાચા દિલથી પ્રેમપૂર્વક હસતા મોઢે સોપી દીધી!
નસીબ પેલા બેનનું સારું કે થેલીમાં બેનનું કોઇ ઓળખપત્ર નંબર સાથે હતું તે જોઇને પોલિસ સાહેબે તરત પેલા બેનને ફોન જોડીને તેમને તુરત પોલિસ ચોકીમાં બોલાવ્યા ને તેમને આવ્યા પછી તેમની ખોવાયેલી થેલી પેલા આશિફભાઇ તેમના હાથે જ સહીસલામત પરત કરી.
બોલો છે ને એક સાચી ઇમાનદારી આ મુસલમાન ભાઇ આશિફભાઇની!
(એસે ભી લોગ ભી જન્મ લેતે હૈ ઇસ દુનીયામે!)
સો વાતની એક વાત બસ
માનવતા જેવો બીજો કોઇ મોટો ધર્મ નથી જ...