?????????
*"જે ઝૂક્યો છે એ જ જીત્યો છે..ઝઝૂમનારો તો સંસારના જંગલમાં ક્યાંય ખોવાઈ ગયો છે.."*
*પેલું નેતરનું વૃક્ષ જોયું છે તમે ? વાવાઝોડાના જાલિમ તોફાન વચ્ચે પણ તે તૂટતું નથી..કારણ ? ઝૂકી જવાનો એનો સ્વભાવ !*
*પેલા યાત્રાળું ભલેને પાલિતાણાના દાદાને ભેટવા શત્રુંજયનો ડુંગર ચડી રહ્યા છે પણ દાદા સુધી પહોંચવા માટે એણે ડુંગર પર નજર તો નીચી જ રાખવી પડે છે...*
*જીવનમાં જો આપણે શાંતિનો અનુભવ કરવા માંગીએ છીએ...સમાધીભાવ ટકાવી રાખવા માંગીએ છીએ..સદગતિમાં જવા માંગીએ છીએ..પ્રભુને પ્રિય બની રહેવા માંગીએ છીએ તો એનો એક જ રસ્તો છે...ખમી ખાવું.*
*જેની સામે કોઈ નજર નાખવા પણ તૈયાર હોતું નથી એવો કદરૂપો પથ્થર લાખો લોકોને પૂજ્ય નયનરમ્ય પ્રતિમા સ્વરૂપ જો બની શકે તો એનું કારણ માત્ર ટાંકણાઓના માર સહન કરવાની એનામાં રહેલ ક્ષમતા..*
*પેલા લોઢાને ઘાટ આપવા માટે એને હથોડાથી પહેલા ખૂબ ટીપવું પડે છે અને લોઢાને બરાબર ટીપી શકાય એ માટે એને પહેલા એરણ પર ગોઠવવું પડે છે..પણ તમે માર્ક કર્યું છે ક્યારેય કે લોઢાને ટીપનારી હથોડી જેટલી જલદી તૂટી જાય છે એટલી જલ્દી એ લોઢું જેના પર રહીને ટિપાય છે એરણ તૂટતી નથી...સમજાયું કંઈ ??*
*મતલબ કે માર ખાતી એરણ ટકી જાય છે પણ માર મારનારો હથોડો તૂટી જાય છે.*
*અહીં એ જ કહેવા માંગે છે કે સહન કરતા જાઓ...ક્યારેક આપણી ભૂલ ના હોય છતાં પણ કોઈ કાંઈ બોલે તો પણ સહન કરી લેવાનું..."જે સહન કરે એની જ હંમેશા જીત થાય છે સામનો કરનાર તો હારે જ છે..*
*કર્મરાજા નો માર(દુ:ખ) હસતા મોંઢે સહન કરતા જાઓ કારણ એ આપણા જ બાંધેલા કર્મોનું ફળ છે પણ જો સામનો કરવા ગયા તો વધુ માર પડશે જ..*
*શું વિચારીએ છીએ આપણે ખબર છે ?? એ જ કે હું શા માટે સહન કરૂં ? સહન કરે એ તો કાયર અને ડરપોક કહેવાય..મન કે પછી આપણો અહમ્ સહન કરવાનું કે ખમી જવાનું ક્યારેય જલ્દી એકસેપ્ટ કરતું જ નથી...બસ એ જ વિચાર કે હું કેમ સહન કરૂં કોઈનું કંઈ પણ ? અરે..!! ક્યારેક તો એવો વિચાર આવે કે સામેની વ્યક્તિ મારા પર આક્રમણ કરે તે પહેલા જ હું આક્રમણ કરી દવ જેથી હું બધા વચ્ચે કોલર ઉંચા કરીને ચાલી શકું..*
*પણ...જૈનશાસનમાં વીર પ્રભુ..કે જેના પર આટઆટલા ઉપસર્ગો આવ્યા છતાં પણ સમતા ના ભંડાર...બધું જ હસતા મોંઢે સહન કર્યું જ હતું ને ? બાકી ધારત તો એ પણ સામનો કરી શકત ને ?*
*જે ઝૂક્યા છે હંમેશા એ જીત્યા જ છે..જે ઝઝૂમે છે એ હારે છે..જે સહન કરે છે એ શુદ્ધ થાય છે..બાકી સામે પ્રહાર કરનારા તો સંસારના જંગલમાં ક્યાંય ખોવાઈ ગયા છે...!!!*
*કો'ક અજ્ઞાત કવિની મસ્ત પંક્તિઓ...'ઝૂકતા વહી હૈ જિસ મેં જાન હૈ, અકડતા તો ખાસ મુર્દે કી પહચાન હૈ..'*