આગ લાગી છે બે દિલો માં,
તો હવે ચિનગારી પણ ઉઠશે!
થોડો ધુમાડો થશે,
થોડો હોબાળો થશે !
કંઈ જ લેવા દેવા નથી જેને,
એમને પણ વાતો નો મોકો મળશે.
થશે ચર્ચા હર ગલી, હર નુક્કડ પર,
શરેઆમ પ્રેમનો ફાલુદો થશે.
આંધળા હતા જે આજ સુધી,
એ પણ બીજાના ઘરમાં ડોકિયાં કરશે.
પણ, ફરક ઝાઝો ના પડે પ્રેમીઓને,
આતો આદત છે લોકોને પ્રેમને નાહક બદનામ કરવાની,
કામ ધંધો નથી એટલે થોડીક પંચાત કરવાની,
બાકી, પ્રેમની મિસાલ બન્યા જે ચણી દેવાયા દીવાલો માં,
આખર એમનેય ક્યાં પડી હતી આ જમાનાની ?
હવે આગ લાગે પ્રેમની તો લાગવા દો,
ધુમાડો ઉઠે તો ઉઠવા દો,
એમને નથી તો તમને શેની છે ચિંતા ?
શું આપની છે જવાબદારી એમના ઘરમાં રોટલો નાખવાની ?
- મિલન લાડ.