પપ્પા ! આજે તો હું તમારી સાથે મંદિરે આવીશ
ત્યાં શું કરીશ ?......
પ્રાર્થના ..
તને નથી આવડતી
તોય આવીશ,
બાબો પપ્પા સાથે મંદિરે ગયો !!
પપ્પા ભગવાન સામે ઉભા રહી સ્તુતિ બોલવા લાગ્યા
બાબો પણ અસ્પષ્ટ શબ્દોમાં કઈક બોલવા લાગ્યો .. ...
બહાર આવીને પપ્પાએ પૂછ્યું અલ્યા !
તને પ્રાર્થના તો આવડતી નહોતી છતાં ભગવાન પાસે કઈક બોલતો તો હતો .....
તો શું બોલ્યો ?...
પપ્પા હું આખી એ,બી,સી ,ડી પાંચ વાર બોલી ગયો ને ભગવાનને કઈ દીધું કે
આમાંથી તારી પ્રાર્થના તું બનાવી લેજે !
દીકરાના જવાબથી બાપની આંખમાં આંસુ આવી ગયા...........!!!!!!!!
શબ્દોની પ્રાર્થના તો આપણે અનેકવાર કરી પણ ...
ભાવની પ્રાર્થના જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પરમાત્મા સાથે એકાકાર બનવું ખુબ મુશ્કેલ છે .....!!!!!
બાપ પાસે શબ્દોની પ્રાર્થના હતી .
દીક્રરા પાસે ભાવની !!!
કારણ કે એમાં પરમાત્માના અસ્તિત્વનો સ્વીકાર હતો!!
??Namo Jinanam??