જૈન ધર્મ બહુ જ ચોખ્ખો ને પવિત્ર ધર્મ માનવામાં આવેછે તે ધર્મમાં અનેક કઠીન નીતિનિયમો પાળવા પડતા હોયછે તે પછી જ તે ધર્મમાં તમે દિક્ષા લઇ શકો છો.
આ ધર્મ પાળતા ઘણા જ લોકો પોતાનું સંસારી જીવન છોડીને દિક્ષાને માર્ગે જતા હોયછે તેમાં દરેક વ્યકતી દિક્ષા લેવા સામેલ થઇ શકે છે...કોઇ જ ભેદભાવ નથી
ઘણા એકલ દોકલ પણ દિક્ષા લેતા હોયછે તો ઘણી વાર આખે આખું ફેમીલી પણ પોતાનો સુખી સંસાર ત્યાગ કરીને દિક્ષાના માર્ગે ચાલી નીકળેછે.
ઘરબાર, ગાડીબંગલા, માલમિલકત, દરેક સુખી સાધનો ને સંપતિનો ત્યાગ કરીને પ્રભુના મારગે પોતાનો પ્રવાસ ચાલું કરી દે છે.
માટે જ આ ધર્મ ને એક શ્રેષ્ઠ ને પવિત્ર માનવામાં આવેછે.
ના આમાં કોઇ વેર છે , ના કોઇ દુશ્મની! બસ એક પ્રભુનું જ નામ..છે તે છે,
જય જિનેંદ્ર.
આમ આ એક સુંદર ને ભણેલી ને સંસ્કારી છોકરી પણ સૈ કંઇ પોતાનું છોડીને આવા દિક્ષાનો માર્ગે ચાલી નીકળે છે....
જય જિનેંદ્ર.