હેં વ્હાલા પ્રભુ
માંગવું છે હવે એ જ બસ તારી કને,
કેમકે મારી ભુલોને માફ કરનાર તું એક છે..!
અનંતા ભવભ્રમણ મે વિતાવ્યા અબુધપણે ;
શાસન આપી તત્વ સમજાવનાર તું એક છે !
જ્યારે અહીં પહોચ્યો ત્યારથી તું ગમ્યો ;
હવે તારું શરણ આપી તારનાર તું એક છે
તારાં ચરણે મારાં ભાવોની કવિતા ધર્યા કરું ;
નેક નજર કરી એ સ્વીકારનારો તું એક છે !
તને પામ્યૌ એ જ મારા પુણ્યનો ઉદય પ્રભુ ;
હવે હૈયામાં તારા વસાવનારો તું એક છે !