સરવાળા, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર જેવી વાતો ને કદી વ્યવહારમાં આવવા જ ના દીધી. અને એટલી સમજણ પણ ક્યાં ! પણ હા ! સૌ સંબંધો ને બરાબર ના ચિન્હ ની માફક સમતલ રાખવાની કોશિશ સદાય રહી છે.
છતાં ક્યારેક લાગણી થી ભરેલું આ હ્રદય અપેક્ષાના ઓરતાં રાખી બેસે જ છે અને અંતે દુઃખી પણ પોતે જ થાય છે. આટઆટલું મારું સમજાવવું વ્યર્થ રહ્યું આજે !
તમે જ કહો ! કેમ સમજાવવું આને ?
મિલન લાડ.