માણસ જયારે વુર્ધ્ધા અવસ્થાને આરે આવેછે ત્યારે તેને કોઇ એક સહારાની જરુર પડેછે...
ને તેની સહારો કો તો તેની પત્ની હોઇ શકે કો તો તેનો પતિ હોય શકે!
પણ આ બંન્ને કાયમ એક સાથે રહેવાના નથી અકાળે કોઇ એકનું મૃત્યુ ગમે ત્યારે ચોક્કસ આવી શકે છે ત્યાર પછી કોઇ એક બાકી રહી જવાથી તેની પાછળની જીંદગી ઘણી દુ:ખમય વીતે છે. કારણકે તેનો બાકી રહેલો સહારો તેને છોડીને અનંત દુનિયાના માર્ગે ચાલ્યો જાય છે જે ફરી કયારેય પાછો આવવાનો નથી કે કયારેય તે ફરી મળવાનો નથી...
કોઇ એકના મોતથી પતિ પત્નીનો જીવન સંબંધ અહિં થી જ પુરો થઇ જતો હોયછે.
હવે બાકી રહ્યો એક સહારો તેમના સંતાનનો...પણ આ સંતાનો પોતાના જીવનસાથી જેવો સહારો તે પણ આજના જમાનામાં તો ના જ આપી શકે..માટે સંતાનોની આશાઓ રાખવી પણ ખરેખર નકામી જ છે. આવા વિકટ ને મુશ્કેલી ભર્યા સમયે એક માત્ર સહારો હોયછે તે છે ભગવાન...
કદાચ તમે આ જીવનમાં કોઇ એવા સારા કર્મો કર્યા હશે તો ભગવાનની દયાથી તમારું બાકી જીવનમાં કોઇ બહારની વ્યકતીનો પણ સહારો મળી શકે છે કે કોઇ તેની થોડી ઘણી મદદ પણ મળી શકે છે તેમાં પણ તમે કરેલી ભક્તિ અથવા કોઇને કરેલી મદદ કે કોઇને કરેલા તમારા સેવા જેવા કાર્યો જ તમને આધારરુપે મળી શકે છે.
પણ તમે એવા કાર્યો નહિં કરેલા હોય તો તમને સંતાનો તો થીંક પણ ભગવાન પણ તમારા કપરા સમયે કોઇ જ મદદ નહિં કરી શકે.
બસ પછી તો તમારુ બાકી જીવન તો ઘણું જ કષ્ટ દાયક બની જતુ હોયછે...
જેમ કે, તમને સમયે જમવાનું મળતું નથી...બિમાર હો તો કોઇ તમારી દવા કરતું નથી..એક નિરાધાર, એકાંકી જીવન જીવવાનો સમય આવી જાયછે...
તમારા બાકીના દિવસો કેવી રીતે કાઢવા તેની તમને સમજણ પડતી નથી!
જાત જાતના વિચારોથી તમે ઘેરાઇ જાવ છો..
ઘણા દાખલા સમાજમાં આમ બનતા હોયછે કે પોતાની પત્નિના મરણ પછી પતિએ મોતને વહાલું કર્યુ હોયછે...
બસ આજ રસ્તો છેવટે આપણી પાસે બચ્યો હોયછે
કારણ કે આપણે છતાં સંતાને આપણે નિસંતાન લાગીએ છીએ...કે જે આપણો સહારો હોયછે પણ તે આપણો સહારો આપણા સમયે બનતો નથી! કારણકે આજનું જનરેશન જ એ જ પ્રકારનું કે આપણી પાછલી ઉમરે આપણને જ કામ આવતું નથી! કારણકે તે હવે તેનો પરિવાર ચલાવવામાં વ્યસ્ત હોયછે.
ને કહેછે કે મમ્મી પપ્પા હું મારો પરિવાર ચલાવું કે તમારૂં હું ધ્યાન આપું!
બસ અંતે તો આપણે આ સાંભળવાનું બાકી હોયછે.
બસ આમાં આપણી પાસે ત્રણ રસ્તા હોયછે જો આવો સમય આવે તે પહેલા..
એક, બધી જ મિલકત બહું વહેલી પુત્ર કે પુત્રવધુને સોંપી ના દો, થોડીક તમારી પાસે પણ રાખો કે તમને તમારી પાછલી ઉમરે કામ આવે...બે, સારા સેવાભાવી માનવતાવાદી જેવા નેક કર્મો કરો કે જેથી કદાચ આપણી પાછલી ઉમરે ભગવાનને થોડીક દયા આવી જાય ને આપણા દુ:ખમાં ઘટાડો થાય...ત્રણ, પછી તો તમને છેવટે કોઇ પણ દુ:ખ પડે તો તમારે સહન કરવાની હીંમત તો રાખવી જ પડશે...
આ છે આપણી પાછલી ઉમરની ચડતી પડતી જેવું બાકી જીવન.