Gujarati Quote in Blog by Kavita Gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

:bride_with_veil: *જીવન* *સંગીની* :bride_with_veil:

એક શહેરમાં *પત્ની* *અચાનક*  રાતના  સમયે  *મૃત્યુ*  પામે  છે!!ઘરમાં *રોકકળ* થાય  છે!! પત્નીના *અંતિમ* *દર્શન* ચાલી રહ્યા હતા!!તે સમયે એનો *આત્મા*   જતા જતા તે પોતાના  *પતિને* જે  કાંઈ  કહે  છે તેનું આ *વર્ણન* છે!!

:bride_with_veil:"ચાલો હું જાઉં છું હવે ફરી  *કદી* *યે* *મળાશે* નહીં!! લખેલા *લેખ* વિધિએ  એ ટાળ્યા તો *ટળાશે* નહીં!!

ચાલો હું જાઉં છું.......

:bride_with_veil: *ચોરીનાચાર* ફેરા  જે 'દિ આપણે     સાથે ફરેલા!! *જીવીશુ* ને *મરીશુ* સંગ  એવા કૉલ દીધેલા!! *અચાનક* જાવું પડશે *એકલા*  મુજને ખબર નહીં!!

ચાલો હું જાઉં છું......

:bride_with_veil:મૂકીને *દેહ* મારો *આંગણામાં* હવે હું જાઉં છું!! ઘણું *દુઃખ* થાય છે!! પણ હું થઈ *મજબૂર*  જાઉં છું!!નથી *મન* માનતુ  જતાં છતાં *કંઈ*  ચાલશે નહીં.....

ચાલો હુ જાઉં છું.......

:bride_with_veil:અતિ કલ્પાંત કરે છે!!જુઓને *છોકરો* ને *વહૂ* !!નથી જોયું જવાતુ છતાં ના દઈ  શકતી દિલાસો હુ!! અને રડે છે છોરાનો *છોરો* કહે છે...... *બા* ..... *બા* ... એને તો *શાંત* પાડો જરાયે ધ્યાન નથી રાખતા *ઢીલા* ન પડશો જરાય!!

ચાલો હું જાઉં છું.......

:bride_with_veil:સવારે  *સાસરેથી* જુઓ *દિકરી* આવશે  જ્યારે જોઇને *દેહ* મારો ભારે *રુદન* કરશે ત્યારે.સંભાળી એને *શાંત*  પાડજો!! જરાયે તમે *રોતા* નહીં!!



જેનું *નામ* તેનો *નાશ* નિયતિ એ નકકી  કર્યુ  છે!! જગતમાં જે કોઈ  આવ્યુ  છે!!તે અહીંથી *સિધાવ્યુ* છે!!  ધીરે ધીરે  ભૂલી જજો!! મને  *બહું* યાદ  કરતા નહીં!!


:નથી મારુ કહ્યુ *માન્યું* !!તમે કદી યે આ જીવનમાં,છોડી સ્વભાવ *જિદ્દી* તમે હવે *નમ્ર*  બનો *વર્તનમાં* .!!મૂકીને  એકલા જાતાં  *મને* *ચિંતા* થતી ઘણી!!

:તમોને *બી.પી* ને *ડાયાબિટીસ* ની મોટી છે *બિમારી* !! ન ખાતા ગળપણ જરા ભૂલથી નહીંતર *તકલીફ* થશે  ભારી!! સવારે  ઊઠીને જો જો *દવા*  લેવાનુ  ભૂલતા  નહીં!!



:કરે છોરો ને વહૂ *છણકો*  તો જો જો બોલતા *ના* કાંઈ!! *ચૂપચાપ* સાંભળી લેજો!! જરાયે *ગુસ્સો* કરતા નહીં.!! સદા હસતા  તમે રહેજો જરાયે  *ઉદાસ*  થાશો નહીં!!

ચાલો હું જાઉં છું......

છોરાના છોરાને લઈને તેની *સંગાથે* રમજો!!તમારા *મીત્રોની* સાથે બેસીને સમય *વ્યતીત* કરજો!!આવુ હું  *યાદ* તો પણ *મનથી*  જરાયે  *ઢીલા*  પડશો  નહીં!!

ચાલો  હું જાઉં છું......

સવાર ને સાંજે તમે નિયમિત  જમીને *દવા* લેજો!! અગર *વહૂ* ભૂલી  જાય  તો સામેથી *યાદ* કરી દેજો!!વર્તાશે  *ગેરહાજરી*  મારી છતાંયે *મૂંઝાશો* નહી!!

ચાલો હું જાઉં છું........



:ઘડપણમાં લેવાનુ *લાકડી* જો-જો *ભૂલતા* નહીં!!ધીરે-ધીરે *ડગ* માંડવાનુ જો-જો ચૂકતા નહીં.!!પડશો પથારીમાં તો *સેવા* કોઈને *ગમશે*  નહીં!!


સાંજે  સૂતા પહેલા પાણીનો *લોટો* માગી લેજો!! *તરસ* લાગે ત્યારે તમે *પાણી* પી લેજો!!રાત્રે ઉઠવું પડે તો જો-જો અંધારે *અથડાતા* નહીં!!
:પરણ્યા પછી સાથે ઘણું આપણે  *પ્રેમથી*  રહ્યા!! બનાવી *લીલી* વાડી જે તેમાં *ફૂલડા*  ખીલી રહ્યા!! ઇ *ફૂલડાની*  *ફોરમ* હવે  મુજથી  *લેવાશે*  નહીં.!!



*ઊઠો* હવે *સવાર* થઈ "-એવું કોઈ  *કહેશે* નહીં!! *જાતે* ઊઠી જજો કોઈની *રાહ*  જોશો  નહીં...



અને હા.......
એક *વાત* તમારાથી *છુપાવી* છે!!! મને માફ કરશો તમારી *જાણ* વિના બાજુની *પોસ્ટઓફીસ* મા બચત ખાતુ ખોલાવેલ તેમા *14* લાખ જમા છે!!!મારી દાદી ની શીખામણ હતી!!!દિકરી એક એક પાય ભેરી કરી *ઓશીકા* ના ખુણે રાખતી જાજે તેમાથી *પાંચ* *પાંચ* લાખ દિકરી. વહુને આપજો!! *ચાર* લાખ તમારા ખાતામા નાખજો અને હા તમે વાપરજો!! છોરાના છોરાને *ભાગ* લઈ દેજો!!



પ્રભુ ભક્તિ પૂજા કરવાનુ ચૂકતા નહીં!! હવે ફરી કદીયે મળાશે નહીં!! *કઈ* *ભુલ* *થઈ* *હોય* *મારાથી* *માફ* કરશો!!લખેલા  લેખ  *વિધિએ*  એ  ટાળયા તો ટળાશે નહીં..

" *ચાલો* *હું* *જાવ* *છું* "

Gujarati Blog by Kavita Gandhi : 111108392
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now