માખી શબ્દ થી આપણે સૈ પરિચિત છીએ આ માખી ઘરમાં કે ઘરની બહાર ચોફેરે ઉડતી બેસતી હોયછે જયાં જયાં આપણે જઇએ ત્યા ત્યા આ માખી આપણી આગળ પાછળ આવતી હોયછે ઘણી વાર આપણે ખરેખર ત્રાસી પણ જઇએ છીએ કે જયારે આપણા ચહેરા ઉપર ગુન ગુન કરતી ઉડતી હોય...
ઉડીને પાછી ફરી તે આપણા ચહેરા ઉપર આવી જ જાયછે.
આમ આ માખીઓ ખરેખર સારી હોતી નથી તે આપણને ઘણી બિમારીઓમાં નાખી દેતી હોયછે ખાસ તો આપણા પેટની અશંખ્ય બિમારીઓમાં..તે મોટો ભાગ ભજવે છે
આજે જુઓ તો દરેક મીઠાઈની દુકાનમાં ઉગાડી પડેલી ચીજો ઉપર ઘણી માખીઓ બેસતી જ હોયછે ને આવી ખુલલી ને ઉગાડી પડેલી ચીજો આપણે હોંશે હોંશે ખાઇએ છીએ..ને આવી ઉગાડી ચીજો ખાવાથી આપણા પેટના દરદો ચાલુ થાયછે માટે આવી ઉગાડી ચીજો હમેશાં ખાવી ના જોઇએ.
માખીની ચરક પણ પીળા રંગની હોય છે તે પણ એક નાના ટપકાની જેમ હોયછે જે આપણને નરી આંખે દેખાતી પણ નથી ને એવી ગંદી ચીજો આપણે પેટમાં ધકેલી દઇએ છીએ.
આ પીળા રંગની ચરક મીઠાઇઓમાં દેખાતી નથી જે મીઠાઈના પીળા કલરમાં જ મેચ થઇ જાયછે માટે આવી ઉગાડી ચીજો ખાવી જોઇએ નહી હમેશાં ઢાકેલી ને તાજી ચીજો જ ખાવી જોઇએ.
માખીના પગ ઉપર ઘણા જ બેકટેરીયા ચોંટેલા હોયછે જયારે તે ખાવાની ચીજો ઉપર બેસે છે ત્યારે તે પોતાના બે પગ ને ભેગા કરીને બધા જ ખાધ પ્રદાર્થ ઉપર ખંચેરે છે...
માટે હંમેશા ચોખ્ખી ને ઢાંકેલી ચીજો જ ખાવી જોઇએ.
એવી જ રીતે વંદો પણ ખરાબ હોયછે તે પણ માખી જેવું જ પોતાનું કામ કરતો હોયછે.
આવી માખીઓ ઘણી બધી જગ્યાઓ ઉપર જોવા મળે છે..જેમ કે મીઠાઈની દુકાનોમાં, શેરડીના રસના મશીનો ઉપર, બરફની લારીઓ ઉપર...
ને હવે તો ઉનાળો પણ શરૂ થવાની તૈયારીમાં છે તેથી હવે તમારે વધું પોતાના શરીરની કાળજી રાખવાની જરૂર છે.
ખાવો પણ જરા ચોખ્ખી ચીજો જ ખાવો.