આજે ભારતમાં ઘણો જ વિકાસ થયો છે ને તે વધું ને વધું વિકાસ કરવાની તરફ પોતાની હરણફાળ દોટ મુકી રહ્યો છે તેમાં બે મત નથી...
પણ ઘણા લોકોને થયેલો વિકાસ દેખાતો નથી ખરેખર વિકાસ થયેલો જ છે પણ તે વિકાસની ઉપર આપણે રોડાં પાથરી દઇએ છીએ એટલે કે તે વિકાસ ઉપર આપણે વધું ધ્યાન કે સાવચેતી કે કાળજી નથી કરી શકતા!
દા ત તરીકે આજે ગામે ગામ સરકારી શૈચાલય બનવા પામ્યા છે એક તરફ પુરુષો માટે ને બીજી તરફ સ્ત્રીઓ માટે..પણ તમે જયારે અંદર જશો તો તમને એક જ ચીજ સામેની દિવાલે નજરે પડશે તે છે પાન મસાલાની પિચકારીઓ..લાલમ લાલ જાણે કોઇએ ધુળેટી રમી હોય સાથે સાથે દશ રૂપીયામાં મળતી દેશી દારુ ની સફેદ ખાલી થેલીઓ..નજરે પડશે.
કયાં છે ચોખ્ખાઈ! એજ ગંદકી જે પહેલા હતી તેનાથી પણ વધું દેખાય છે આજે કોઇ એવું ગામ કે શહેર નહીં હોય કે જયાં ગંદકી નહી હોય!
ગામમાં દાખલ થતાં જ કચરા મોટા મોટા ઢગલા જોવા મળશે.
પ્લાસ્ટિક નાની મોટી કોથળીઓ, કાગળના ટુકડા, જુના ફેંકેલા ચંપલ, તુટેલી પ્લાસ્ટીકની ડોલો..વગેરે.
આ વાત થઇ ગંદકીની..
વિકાસ પણ થયો છે તમે જોશો તો દેશમાં નવી નવી શાળાઓ, નવી કોલેજો, નવી હોસ્પીટલો, નવા બસ સ્ટેન્ડ, નવા રેલ્વે સ્ટેશન, નવા પહોળા રોડ, નવા ઉધોગો..
ઘણું બધું વિકાસના નામે કહી શકાય..પરંતું પછી તેના વપરાશ નામે આપણે એક શુન્ય મુકી દીધું છે.
સરકારની સીસ્ટમ જરુર કામ કરેછે પણ તે સીસ્ટમ ને આપણે સારી રીતે ચલાવતા નથી...
નવી નવી સરકારી કચેરીઓ લાખો કરોડોના ખર્ચે તે ઉભી થાયછે પણ તેની ચોખ્ખાઈ આપણે રાખી શકતા નથી! ખુણા ખોચરે તમે જોશો તો લાલ લાલ પીચકારીઓ જોવા મળે છે પછી તેનો દાદર હોય કે કંપાઉન્ડ હોય..કચરાપેટી હોવા છતાંય આપણે તેનો ઉપયોગ કરતા નથી આમ થયેલા વિકાસ ઉપર આપણે અવરોધ કરી દેતા હોઇએ છીએ..
સરકાર ગમે તેટલી આપણને સુવિધા આપે પણ આપણે તેનો સારી રીતે ઉપયોગ કરી શકતા નથી...
સરકાર તેના કાર્યોમાં કદી પીછેહઠ કરતી નથી પણ આપણે આપણી ખરાબ ટેવને સુધારવાનો પ્રયત્ન કરતા નથી..બલ્કે આપણે વિતેલા વર્ષોની જેમ જ આગળ જવાને બદલે પાછળ જઇ રહ્યા છીએ.
એટલે જ આપણને વિકાસ થયેલો દેખાતો નથી કારણકે આપણે એ પ્રમાણે રહેવા ટેવાયેલા છીએ.
ખરેખર આપણે પણ થયેલા વિકાસની સાથે જ રહીને ચાલવાની જરુર છે કદાચ જો આપણે આમ સાથે સાથ સહકારથી ચાલીશુ તો ચોકકસ આપણને પણ થયેલા વિકાસનો ખરેખર અનુભવ જરુર થશે ને જોવા પણ મળશે.
જય ભારત.