જય બાબારી !!
ગામમાં રાંકનાં રતન ભગવાન રામદેવપીરની ભક્તિએ અનેક લોકોનાં જીવનમાં સદાચારનાં બીજ રોપ્યાં છે.
આજે બીજનો દિવસ અમારે ત્યાં ઉત્સવની જેમ ઉજવાય !
બારબીજનાં ધણી અને હિંદવાં પીરની મહિમાનો અપરંપાર છે. અમારે ત્યાં ભગવાને ગરીબ ખેડૂત દંપતીને હાજરા હાજૂર આવીને દર્શન આપ્યા હતા અને તેમને ભવપાર ઉતાર્યા હતા. એ પ્રસંગ પછી ત્યાં મંદિર બંધાયું અને પછી તો અઢારે વર્ણ અહીં રામધણીનાં દર્શને આવે છે.
દબાયેલાં , કચડાયેલા અને શોષિત વર્ગનાં પ્રભુ ઉદ્ધારક છે. ...!
- વિશાલ દંતાણી