આજે દુનિયામાં એવા ઘણા જ દેશો છે કે આટલા આધુનિક જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધા ધરાવતા હોય છે સાથે આપણો ભારત દેશ પણ તેમાં આવી જાય..
નાના નાના ગામડાઓમાં આવી અંધશ્રદ્ધા ધરાવતા લોકો ઘણા વસવાટ કરતા હોયછે પોતાના જ ઘરમાં કોઇ બિમાર થયું એટલે ચાલો પેલા મંદિરમાં રહેતા ભૂવા પાસે જઇએ અથવા કોઇને પેટમાં પણ દુખતું હોય તો પણ જાત જાતની માતાજીની માનતા રાખી લેતા હોય છે કે જો તેમને દુખતું બંધ થઇ જશે તો હું ચાર ચોકડીએ જઇને એક રમતું નાળિયેર, એક આખુ તરબુચ ને સાથે એક દિવો અગરબતી જરુર કરીશ...મા
આમ લોકો ઘણી જ માનતાઓ પળવારમાં ભગવાન સામે માની લેતા હોય છે ને ત્યાર બાદ પછી તેઓ માનતા પુરી પણ કરતા હોયછે આપણે સવારે બજાર જવા નીકળીએ એટલે જયારે ચાર ચોકડીએ આવીએ તો આપણને આવી બધી ચીજો પડેલી જોવા મળે છે પાણીથી ચોફેર એક ગોળ કુંડાળું કરેલું હોય તેની અંદર એક નાળિયેર તરબુચ ને દિવો અગરબતી પણ કરેલા હોયછે અને આપણે આવું બધું જોઇએ છીએ તો સાલી આપણને પણ એક બીક પેસી જાય છે કે અંદર જો કદાચ આપણો પગ પડી જશે તો! કંઇક આપણે ના ફસાઇ જઇએ! તેથી આપણે પણ જરા તેની બાજુએ રહીને ચાલ્યા જઇએ છીએ...
જે લોકો આવી અંધશ્રદ્ધામાં નથી માનતા તે પણ આવુ જોઇને આમ કરવા તેના વિશ્વાસમાં આવી જતા હોયછે કારણકે આવી એકાંતમાં મુકેલી ચીજો કયારેક આપણને બીવડાવે તેવી હોયછે.
પણ ખરેખર આજે અંધશ્રદ્ધા એટલી હદે ચાલી ગઇ છે કે જાણે રોજે રોજ જાણે તેમાં વધારો જ ના થતો હોય તેમ ઘણી વાર દેખાઇ આવેછે.
કોઇને માતાજી આવતા હોયછે, તો કોઇ ચાલે તો તેના પગમાંથી કંકુના પગલાં પડતા હોયછે, તો કયારેક મંદિરમાં ગણપતિ વાડકામાં મુકેલુ દુધ પીતા દેખાયછે, તો કયારેક ખેતરમાં કોઇ દેવ દેવીની મુર્તિ ખોદકામ કરતા નીકળતી હોયછે, આમ આવી તો ઘણી જ વાતો કે ઘટનાઓ દરરોજ બનતી હોય છે જે ખરેખર આવું માનનારો જ વર્ગ ઘણો મોટો હોયછે...બસ આપણા માણસોને તો કંઇક નવું થતું દેખાવુ જોઇએ બસ પછી તો તે જોવા આખા ગામના ટોળે ટોળા ઉમટી પડે છે.
કોઇને આદુમાં ગણપતિ દેખાતા હોય, કોઇને ચંદ્રમાં શંકર ભગવાનની આક્રુતિ દેખાતી હોય, તો કોઇને આકાશમાં ઉડતા હનુમાનજી દેખાતા હોય,
એમ એ સાથે આજનો ભણેલ ગણેલ માણસ પણ આવી અંધશ્રદ્ધામાં ફસાઇ જતો હોયછે...
ગમે તે પણ આજનો માણસ વિજ્ઞાનમાં માનવા તૈયાર નથી! બસ મંદિરનો ભુવો કહે તેમ કરવા તૈયાર થઈ જતો હોય છે...
આજે દેશમાં આધુનિક ટેકનોલોજી છે, ચેકઅપ માટે સારા ને ઉચી ક્વોલીટીના મશીનો પણ હોસ્પીટલોમાં હોયછે, કોઇ પણ દર્દ કે બિમારીનો સચોટ ઇલાજ શકય હોયછે પણ છતાંય આજનો માણસ ભુવા કે જ્યોતિષ કે કોઇ બાવાઓ પાસે બતાવવા પહોચી જાયછે ને હજારો રુપિયા બરબાદ કરેછે પણ પછી તેજ માણસને છેવટે પણ તેને હોસ્પીટલમાં તો થાકીને આવવું જ પડતું હોય છે. પણ ત્યારે ઘણું જ મોળું થઇ ગયું હોય છે...જે ખરેખર જીવી જતો બિમાર માણસ ના છુટકે દવાઓ સમયસર ના મળવાથી મરણ પામતો હોયછે.
માટે જ આવી અંધશ્રદ્ધામાંથી જરા બહાર આવો ને કોઇ સારી હોસ્પીટલમાં જઇને તેમની બિમારીનો સચોટ ઇલાજ કરાવો...