કેટલાય વરસો થયા પણ કાશ્મીરનો મુદ્દો કયારેય હલ થતો નથી..!
પથ્થરબાઝી કરતી ત્યાંની પ્રજા આપણા સૈનિકોને કેવા પથ્થરો મારે છે! રોડ ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા જતા આપણા જવાનોને ધક્કા મારે છે, ગાળો બોલે છે ને ટપલા ટપલી પણ કરી લેતા હોયછે તો પણ આપણા જવાનો ચૂપચાપ સહન કરતા જાયછે.. કેવી કહેવાય ત્યાની આવી દશા!
શું જવાનો પાસે તેમના રક્ષણ માટે કોઇ જ સત્તા નથી! કે જેથી તેઓ પોતાના સ્વબચાવ માટે કોઇ પગલાં ભરી શકે!
જવાન ધારે તો તે ગમે તે સજા કરી શકેછે, પણ સરકારે તેમના હાથ બાંધી દિધા છે, તેઓ એક લાચાર બનીને પણ પોતાના ઉપર થતા જુલ્મ મુગા મોંઢે સહન કરી લેતા હોયછે, બાકી કોઇની મજાલ છે કે કોઇ તેમની ઉપર સામાન્ય હાથ પણ ઉપાડે!
ઘડીના છઠા ભાગમાં માનું ધાવણ પણ યાદ અપાવી દે.
સિંહની બોડમાં કયારેય હાથ ના નંખાય એતો સૈ કોઇ સમજે છે, પણ આવા સમયે એ જવાનો ખરેખર મજબુર બની જતા હોયછે, કારણ કે પહેલા તો તેઓ દેશની રક્ષા કરેછે ને તેમને દેશ પણ સાચવવાનો હોયછે ને સાથે સાથે દેશમાં રહેતી પ્રેમાળ પ્રજાને પણ સંભાળવાની હોયછે, બાકી સરહદે બેઠેલા આતંકીઓને તો તેઓ ઘડીના છઠ્ઠા ભાગમાં મારી નાખે છે.
તેમની તાકાત, શક્તિનો કયારેય મુકાબલો કરી ના શકાય..
એકવાર જો તેમને છુટ આપવામાં આવે તો તે સાચે જ સિંહ બનીને મેદાને કુદી પડે તેમ હોયછે ને પછી તે કયારેય પીછેહઠ કરતા નથી. આ પારથી પેલે પાર જે થવાનું હોય તે થાય પણ તે પુરા જોશ ને તાકાતથી લડી લેતા હોયછે ને ત્યારે તેઓ પછી કદી પાછળ જોતા જ નથી કે મારો પરિવાર મારે ઘેર છે ને તેઓ કયારેક મારી ઘેર પરત આવવાની રાહ જોતો હશે.
પબ્લીકને તો શું! એક જણ પથ્થર મારે તે જોઇને બીજા દશ પથ્થર મારનારા ઉભા થઇ જશે, કોઇ ગુસ્સામાં મારશે તો કોઇ મસ્તીમાં પણ મારશે પણ એ લોકો કોને મારે છે તે તેમને ભાન છે!
દરરોજ કેટલાય જવાનો ઘાયલ થાયછે તો કેટલાય જવાનો મરીને શહીદ થાયછે કોણે પડીછે એની ચિંતા!
લોકોને એમ કે એક જવાન મરશે તો તેની જગ્યાએ બીજા દશ આવશે...
શું જીંદગીની આ કિંમત છે!
દરેક તકલીફનો કોઇ હલ હોયછે સમાધાન કરવાનો..થોડોક વિચાર કરીને તેમજ કોઇ વાતચીત કરીને પણ પરિસ્થિતિને કાબુ લાવી શકાય છે.. ખુનખરાબાથી કંઇજ મેળવી શકાતું નથી પછી તે આ પાર હોય કે પેલે પાર હોય..
છેવટે તો શાન્તિ એજ સારું જીવન જીવવાનું હથિયાર હોયછે.