Quotes by Padmaxi in Bitesapp read free

Padmaxi

Padmaxi

@padmaxi
(175)

તું બોલ હું સાંભળું
હું બોલું ને તું સાંભળ
સંગાથે નહીં પણ ચાલીએ
તું આગળ ને હું પાછળ.
લૂછી લેવું હળવેકથી
ભલે ને વરસે આંખ્યુનાં વાદળ,
અક્ષરોથી પસવારવા ધટે, હેતે લખેલા કાગળ.

-Padmaxi

Read More

વ્યાજબી છે તારું વળગી પડવું,
હેતથી મળવાનો અલગ હરખ હોય સાહેલી!

-Padmaxi

દીવાળીનું
વૅકેશન
પડ્યું ને
મળી જશે હવે પેલું ભરેલું ઘર,
ચાલો થયો રાહગીરનો પૂરો સફર.

-Padmaxi

તારા વિના મને સાવ એકલું એકલું લાગે
ભર્યુંભાદર્યું ચોપાસ તોયે કંઈક છૂટતું લાગે.

ગૂંથાય જાઉં રોજમેળના કામોમાં
છતાંય સતત કંઈક ખૂટતું લાગે.

બહુ મથું બદલવા મનની સ્થિતિને
પણ ભીતર મહીં કંઈક તૂટતું લાગે.

વારંવાર મનાવી સરખું કરેલું હ્દય
અમસ્તી વાતથી ફરી રૂઢતું લાગે.

ભરીને હકાર બેઠા હોય માંડ પ્રિય
નકારું અણધારું તેને લૂંટતું લાગે.

પદ્માક્ષી(પ્રાંજલ)

-Padmaxi

Read More

છે નીલગગનની છાબમાં
ચંદ્ર દેખાયો આભમાં
શૃંગાર કરી લે સજની
સાજણ મળશે તને ખ્વાબમાં.

-Padmaxi

આપવું હોય તો આપ
આખેઆખો ચંદ્ર મને,
આમ તરસી-તરસીને કયાં સુધી જોઉં તને?

-Padmaxi

પ્રિય તું આવજે...

હસવાનું તને ફાવતું નથી ખબર છે મને
તારા ચહેરા ઘડીક સ્મિત સજાવજે
પ્રિય તું આવજે
છોને હોઠો પર હજારો ફરિયાદ લાવજે
પણ પ્રિય તું આવજે.
કુમકુમથી ભરી હથેળી તું લાવજે
પ્રિય તું આવજે
સંગમાં હરખઘેલી જાન આખી લાવજે
પ્રિય તું આવજે
શોળ શણગાર સજેલી કાયા પર
પ્રેમ વર્ષા વરસાવજે
પ્રિય તું આવજે
જો એકાદ શ્વાસ
બક્ષે ઈશ્વર
તો જોઈશું ફરી મનભર એકમેકને
અંતિમ પડાવ પર અંતસાથી બનવા છેલ્લીવાર
પ્રિય તું આવજે.

-Padmaxi

Read More

એક તારા જ નામે લખાયેલું આ શ્વાસનું પુસ્તક,
જે શબ્દ વાંચીશ એમાંનો પ્રેમાર્થ માત્ર એક "તું ".

-Padmaxi

સમય રોકાય નહીં ક્ષણવાર
સાંભળે નહીં જરીય
ના તો
પેલી જોરથી પાડેલી હાક લાગે
કેમ કહેવું
સાહેલી કે
વાટ જોતાં પણ થાક લાગે.

-Padmaxi

Read More

ચાંદો,સૂરજ,તારા વિના
વર્ષો વહી ગયા તારા વિના.

-Padmaxi