વૃદ્ધ મનસુખભાઈને ચોથી બ્લડની બોટલ ચઢાવાઈ અને તે હવે જોખમી સ્થિતીથી બહાર આવી ભાનમાં પણ આવી ગયાં. હજુપણ મનસુખભાઈના મનમાં પેલી સણસણતી થપ્પડની ગૂંજ પડઘો પાડી રહી. જે હાથે દીકરી જ્યોત્સનાને પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરવા બદલ ઘરેથી હડસેલી બહાર કાઢી હતી તે જ હાથ પર આજે દીકરી જ્યોત્સનાએ મજબૂતાઇથી પકડ્યો. ચાર ચાર દીકરા હોવા છતાં ગંભીર બિમાર મનસુખભાઈને કોઈએ ના સાચવતા દીકરી જ્યોત્સનાએ પોતાનું બ્લડ ડોનેટ કરી બચાવ્યા. આખરે આને જ લોહીનો સંબંધ કહેવાય ને..!!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)