કોઈ પ્રિય વ્યક્તિની રાહ જોવી (મેસેજ, ફોન કે રૂબરૂ મળવા) એ સૌથી ઉત્તમ સમય છે,
તમે જ્યારે કોઈની સતત રાહ જોતા હોય, બીજું કંઈપણ કર્યા વગર... ત્યારે તમે એ એક જ વ્યક્તિ માટે સતત વિચારતાં હોય છે. મનોમન એ વ્યક્તિની વધુને વધુ નજીક આવતાં હોય.. અને એમાં પણ જો એ સમય રાત્રીનો હોય તો કહેવું જ શું ! રાત્રીના અંધકારમાં, ચો તરફ નીરવ શાંતિ હોય અને આ સમયે પથારીમાં પડ્યા પડ્યા બસ એ વ્યક્તિના આવતા વિચારો, એ વ્યક્તિ માટેનો પ્રેમ બમણો કરી નાખે છે. બસ આ માટે જરૂર છે તમારી ધીરજ, રાહ જોવાની ક્ષમતા, પ્રિય પાત્ર માટેનો ગળાડૂબ નિઃસ્વાર્થ પ્રેમ, વફાદારીની.
@શ્યામ #કેપ્ટન