આજ કાલ દેશમાં નદીઓનું સફાઇ અભિયાન ચાલી રહ્યું છે...
આમ આજ રવિવારના દિવસે પણ સંગમ નદીમાં કર્મચારીઓનું સફાઇ અભિયાન ચાલી રહ્યું હતું...
નરેન્દ્ર મોદી આજરોજ ત્યાં પ્રયાગરાજ પહોચ્યા ને ત્યાં જઇને સંગમ નદીમાં સ્નાન કરીને પવિત્ર થયા ત્યાર બાદ જે કોઇ કર્મચારીઓએ આ નદીની સફાઇ કરી હતી તેમને બોલાવીને એક લાઈનમાં ખુરશીઓ ઉપર બેસાડીને તેમના ગંદા થયેલ પળોને વારાફરતી લોટા વડે ધોયા ત્યાર બાદ ધોયા પછી પણ એક ચોખ્ખા કપડાથી તેમને પગો પણ લુછયા પછી તેમને બે હાથ જોડીને સાથે નવી શાલો ઓઢાળીને બહુમાન પણ કર્યું...!
વિચારો જરા આટલા મોટા ભારત દેશનો એક વડાપ્રધાન ને એક સામાન્ય સફાઇ કર્મચારીને ખુરશીઓમાં બેસાડીને વારાફરતી તેમના પાણીથી પગ ધુવે ત્યાર પછી તેમનું શાલ ઓઢાડીને એક બહુમાન પણ કરે!
આ કંઇ એવો કોઇ દેખાડો નથી પણ એક સાચી હકીકત છે.
આજે ક્યો છોકરો આજના જમાનામાં પોતાના માતાપિતાના પગ ધોવા તૈયાર થતો હોયછે!
કોઇ નહી...
પણ આ માણસને પોતાના માટે તો નહિ પણ બીજાઓ માટે કંઇક કરવું છે માટે તે કંઇ પણ કરવા તૈયાર હોયછે.
તેને નથી કોઇ શરમ કે નથી કોઇ સંકોચ! ને ખરેખર આવા જ લોકો સહેલાઇથી દુનીયા જીતી જાય છે ને એક સુખી જીંદગી પણ જીવી જાયછે.
માટે જ આપણે પણ જીવનમાં આગળ આવવા માટે કદી શરમ ને સંકોચ ને સ્થાન આપવું જોઈએ નહી.
આ એક જ ફોટો જોઇને આપણને ઘણું બધું શિખવાડી જાયછે
હું કોણ..!
આવું કામ મારાથી ના થાય..!
આમ માનનારા લોકો પોતાના
જીવનમાં કંઇજ કરી શકતા નથી, પછી તે કંઇ પણ કામ કરવા માટે પણ અસમર્થ જ હોયછે.