ક્યારેક ક્યારેક હૃદયમાં બેસુમાર પ્રેમ ભરાઈ આવે....
પ્રિય વ્યક્તિને ભેટવાનું મન થાય,
હાથમાં હાથ પરોવી કલાકો સુધી બેસી રહેવાનું મન થાય,
એક વહાલ ભર્યું ચુંબન આપવાનું મન થાય,
કઈ કેટલીય વાતોને આંખોથી કહેવાનું મન થાય,
ભૂખ, તરસ બાજુએ મૂકી બસ એના ચહેરાને જોવાનું મન થાય,
કઈ કેટલાય દિવસોનો થાક જાણે એની બાહોમાં ઉતારવાનું મન થાય,
બધા જ દુઃખોના સામટા આંસુ એના ખોળામાં સારવાનું મન થાય,
પણ....ત્યારે.. ત્યારે... ના એ વ્યક્તિ પાસે હોય છે ના એને મળવાનો સમય...
બસ એક એકલતા દિલમાં સતત રહ્યાં કરે છે,
એ પ્રિય વ્યક્તિની ઝંખના મનમાં જાગ્યા કરે છે,
રોજ ભલે એની સાથે કલાકો સુધી વાતો થતી હોય,
પણ એ ક્ષણોમાં એ વ્યક્તિને ખરેખર MISS કરતાં હોઈએ છીએ.
#Miss_you_Captain ?
@શ્યામ