ઘણા સમય પછી નાના ભૂલકાઓ નું ફંકશન નિહાળ્યું...
નાના ભૂલકાઓ ને જોઈ ને મને મારું બાળપણ યાદ આવી ગયું...
બાળપણ ના થોડા કિસ્સાઓ જે મને મારાં બાળપણ ને તાજા કરી દયે તેવા હતાં...
તેમાંથી હું એક અહીં તમારી સાથે શેર કરવા ઈચ્છું છું...
કિસ્સો :
2001 નો કિસ્સો છે... 26મી જાન્યુઆરી ના દિવસે હું સવારે અમારી સ્કૂલ ના ફંક્સન જે ખુલ્લા મેદાન માં હતું તેમાં સ્પીચ આપી રહી હતી... ને અચાનક બધું હલવા લાગ્યું... મારું ધ્યાન સ્પીચ માં જ હતું... બધું અચાનક હલવા ના લીધે બધાં પેરેન્ટ્સ અને ટીચર્સ નું ધ્યાન મારી સ્પીચ ના બદલે આજુબાજુ જે થઇ રહ્યું હતું તેમાં જવા લાગ્યું... બધાં નું ધ્યાન બદલાવા ના લીધે મારું ધ્યાન પણ ત્યાં ગયું... ત્યાં એક દીવાલ પર કૂંડું હલતું જોઈ ને મને તો કોઈ જાદુ થઇ રહ્યું છે એવા વિચાર માં હું ખુશ થવા લાગી અને કઇ બીજું આગળ કઇ વિચારું તેના પહેલા જ બધું ખૂબ જ હલવા લાગ્યું... મારાં કુમળા મન ને સમજાતું ન હતું કે શું થઇ રહ્યું છે... ત્યાં હું બીજું કઇ સમજુ તેના પહેલા જ બધાં આસપાસ ભાગવા લાગ્યા... સાથે ત્યાં બધાં ટીચર્સ જે સ્ટેજ પર હતાં એ પણ મારો વિચાર કર્યા વગર ભાગવા લાગ્યા... પરંતુ મારાં પપ્પા જે ઓડીએન્સ માં બેઠા હતાં... તે પોતાનો વિચાર કર્યા વગર મને સ્ટેજ પર થી લઇ ને ભાગ્યા હતાં...
સાચું કહું દોસ્તો... કિસ્સો નાનો છે પરંતુ એટલું યાદ રાખજો તમારા ખરાબ સમય માં તમારા પેરેન્ટ્સ સિવાય તમારા સારા વિશે વિચારવા વાળું કોઈ નહીં હોય... હું ત્યાંરે માત્ર 6વર્ષ ની હતી અને છેલ્લા 3વર્ષ થયા સ્પીચ આપતી હતી અને સ્પીચ ની વાત આવે ત્યારે ટીચર્સ ને પહેલા હું યાદ આવતી... પરંતુ જયારે ખરાબ સમય હતો ત્યારે બધાં એ ખૂદ નું વિચાર્યું હતું... એમાં હું ટીચર્સ નો વાંક કે દોષ નહીં ઇચ્છતી પરંતુ જે વસ્તુ આપણા પેરેન્ટ્સ આપણા માટે કરી શકે છે તે વસ્તુ બીજો કોઈ વ્યક્તિ નહીં... જયારે તમારા પાસે સારી સ્કિલ હશે ત્યારે જરૂર બધાં યાદ કરશે પરંતુ ખરાબ સમય માં માત્ર આપણા માતા પિતા જ હંમેશા સાથે આપે છે...
જો મારો કિસ્સો ગમ્યો હોય તો શૅર જરૂર કરજો...