મારું પતંગિયું...
આ જીવનમાં મળી એમ
જન્મોજન્મ તું મળજે,
મારા જીવનમાં પતંગિયાં સમ
રંગ તું ભરજે.
લાગણીઓને વાચા આપી
સંગ મારાતું રહેજે,
જીવનમાં મારા ઉન્માદ
અનંત તું આમ ભરજે.
વ્યાકુળ મનમાં ટાઢક બની
કામ તારું તું કરજે,
કપળા ચઢાણમાં પણ રાહ ચીંધી
અનેરો ઉત્સાહ તું ભરજે.
ઉન્નત મસ્તક મારું જોઈ
આમજ ખુશ તું રહેજે,
ઓ મારા પતંગિયાં આમજ
મારામાં ખુશીઓ તું ભરજે.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...