મિત
આજે પણ જીવે છે મારી અંદર બનીને તું એક એહસાસ,
તું જ મારો મનમિત અને તું જ મારો શ્વાસ..!!
તારી યાદોમાં જ પસાર થાય મારા દિવસ અને રાત,
તું જ મનગમતું ગીત અને તું જ એનો પ્રાસ..!!
સપ્તરંગથી સજાવું ભીતર શમણાંની દુનિયા ખાસ,
તું જ એનું રંગબિરંગી ચિત્ર અને તું જ ચિત્રકાર..!!
શબ્દોમાં તને ઢાળું લઈને શાહી અને કિત્તો પાસ,
તું જ મારું અસ્ખલિત કાવ્ય અને તું જ રચનાકાર..!!
રોકાઈ જશે ધડકન અને બીડાઈ જશે આંખ,
જ્યારે નહિ બચે મારામાં તારો કોઈ એહસાસ..!!
શેફાલી શાહ
મારી આ રચના રસધારા સ્પર્ધા માં પ્રથમ સ્થાન ઉપર વિજેતા રહી.