અલબેલો મિત...
આજે પણ વરસે છે તારી વાતો ઓ મારા અલબેલા મિત,
અલપ ઝલપ આંખોના ઇશારે આપણી પાંગળી હતી પ્રીત.
આજે પણ બની સંભારણા જીવનમાં વસ્યા ઓ મારા મનમિત,
અજબ ગઝબ ઈચ્છાઓ પૂરી કરી જાણે અપાવી હતી જીત.
આજે પણ આ તારા શ્વાસનો સથવારો બન્યો જીવનનું સ્મિત,
અવ નવા સોપાનો સર કરાવ્યા ઓ મારા વહાલા મિત.
આજે આપ એ વચન આપણે સાથેજ છોડિશું આ જીવન રીત,
પળે પળમાં અપાર લાગણીઓ ભરતાં રહીશું ઓ મારા જીવન સંગીત.
*****
મારી આ રચના રસધારા સ્પર્ધામાં દ્વિતિય સ્થાન ઉપર વિજેતા રહી.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...