ધોધમાર વરસાદ જેવું આવે છે સ્મરણ તારું,
તું આવ... તને મંત્રો થકી આહ્વાન આપું કે કલમથી કાગળ મોકલું.?
વરસી પડે છે દરેક પળ તારી એ મધુર વાતો,
તું આવ... તારી દ્રષ્ટિ બનીને બતાવું કે તારી એકતા બની બતાવું.?
મનને મોહિત કરે તારો એ અવિસ્મરણીય સાથ,
તું આવ... તને કૃષ્ણ કહી બોલાવું કે માખણ ચોર કહી બોલાવું.?
મનમાં વારેવારે આવે આપણા આ સંબંધની વાત,
તું આવ... બનીશ મારો કાન કે કહું તને રાધા કેરો શ્યામ.?