મુસાફર છીએ આપણે...
ક્યાં જઈશું ક્યાં અટકશું ખબર નથી...
મુસાફર છીએ આપણે...
શરૂઆત ને અંત શું ખબર નથી...
મુસાફર છીએ આપણે...
ઘણું લઈ રાખ્યું કાલ માટે ક્યાં લઈ જશું ખબર નથી...
મુસાફર છીએ આપણે...
કયારેક દરિયાની દૂરની સપાટી જોવ ડરી જાવ કેમ ખબર નથી...
મુસાફર છીએ આપણે...
ક્યારેક આકાશને જોતા ડરી જાવ કેમ ખબર નથી...
મુસાફર છીએ આપણે...
બક્સાનું વજન ખભે ઊંચકાતું નથી લીધું શાને ખબર નથી...
મુસાફર છીએ આપણે...
બંધ મુઠ્ઠી શરૂઆત અંત બંધ મુઠ્ઠીએ તોય ભેગુ કર્યું કેમ ખબર નથી...