તારી લાગણીનું બંધન...
મને ગમે છે આ તારી અવિરત લાગણીઓનું બંધન!
એમાં જ તણાતાં મારે આ ભવ
પાર કરવો છે,
એટલેજ... ત્યાં કોઈ શંકાને અવકાશ નથી.
મને ગમે છે આ તારા વસંત સમાન
પ્રેમનું બંધન!
એમાં જ વિકસીને મારે ખુશીઓ
વહેંચવી છે,
એટલેજ... કોઈ પાનખરનો હવે ડર નથી.
મને ગમે છે આ તે આપેલા પૂર્ણતાના
વચનનું બંધન!
એમાં જ જીવનને નવો અર્થ
આપતાં જવું છે,
એટલેજ... આવતા ભવની કોઈ ચિંતા નથી.
મને ગમે છે આ તારા પ્રગાઢ
આલિંગનનું બંધન!
એમાં જ સમાઈને મારે એક બની
જવું છે,
એટલેજ...હું મારો નહીં રહું એની વિસાત નથી.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...