કોણ છે તું.
જેના વિચારો ના વૃંદાવન માં ખોવાયી ને ખુદ ને ભૂલી જવાય છે
હા એ જ છે તું..
જેની લહેરાતી જુલ્ફો માં છુપાઈ ને દિવસ રાત થાય છે
હા એ જ છે તું ...
જેની આંખો માં રહીને નર્ક માં પણ સ્વર્ગ દેખાય છે
હા એ જ છે તું....
જેના મધુર સ્મિત થી વિષ પણ અમૃત થાય છે
હા એ જ છે તું.....
જેની આંખો ના કાજલ માં અને પગ ની પાયલ માં
જેની હોંઠ ની લાલી માં અને સ્મિત ની ક્યારી માં
કુદરત ની કરામત દેખાય છે
હા એ જ છે તું......
જે મારી સામે બેસી છે અને હાથ ની રેખા માં શોધું છું
હા એ જ છે તું.......
જેની આંખોના અજવાળા મા *મુસાફિર* નો મારગ ખોવાયેલ છે
હા એ જ છે તું........
હું પણ જાણું છું ને તું પણ જાણે છે કે હા એ જ છે તું
પણ સવાલ હજી પણ એ જ છે કે કોણ છે તું
*મુસાફિર પરમાર* .....