ઝખ્મોનો હિસાબ લેવો છે...
રક્તરંજિત થયેલી મા ભારતીના ઝખ્મોનો હિસાબ લેવો છે,
શહીદોના બલિદાનનો હિસાબ ચૂકતે કરવો છે.
ફરી ના થાય ઉરી કે પુલવામા એવો ઝખ્મ આજ દેવો છે,
નાપાકના આતંકનો સફાયો થતો આજ હિન્દુસ્તાનને જોવો છે.
દેશના આંસુ સુકાય પહેલા આ ઝખ્મોને નાપાકમાં ભરવા છે,
અન્ય પરિણામની ચિંતા છોડી બસ આજે તો પ્રહાર જ કરવા છે.
પાયમાલીના કગાર પર નાપાક ઉભો રહે એવો ઝખ્મ દેવો છે,
બસ હવે તો દુશ્મનોને પુરુષાતનનો પરચો બતાવીને જ શહીદોને શ્રદ્ધાંજલી આપવી છે.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...