ઝખ્મ (ઝખ્મ એમ વિસારાશે નહીં...)
મા ભોમને મળેલા ઝખ્મ એમ વિસરવા દેવામાં આવશે નહીં
આતંકીઓને એમ જ બક્ષવામાં આવશે નહીં
શહીદોની શહાદતને એળે જવા દેવામાં આવશે નહીં,
આરપારની લડાઈમાં ભીખમાં ટુકડો અપાશે નહીં.
દુશ્મન દેશની વસ્તુ હવે ખરીદવામાં આવશે નહીં,
કોઈ વિનિમયનો વ્યવહાર રાખવામાં આવશે નહીં.
દેશના ગદ્દારોને ક્યારેય માફ કરવામાં આવશે નહીં,
એમની દયાની અરજી ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં.
બીજા દેશની દાદાગીરી ચલાવવા દેવામાં આવશે નહીં,
આપણી ખુશહાલીની આડે આવનારને ગણકારવામાં આવશે નહીં.
આ નિયમો ના સ્વીકારે એને ભારતનો નાગરિક ગણવામાં આવશે નહીં,
જો થાય આ સપનું સાકાર તો ભારતને આગળ વધતું રોકી શકાશે નહીં.
શેફાલી શાહ