*આકાશ*
આવશે ફરી સુવર્ણયુગ એવો જ્યારે ભારત આકાશની ઉંચાઈઓ સર કરશે.
જગત પર ફરી શાસન કરશે, દુશ્મન દેશોની કફોડી હાલત કરશે.
સ્થપાશે ફરી એક વાર રામરાજ્ય જ્યારે પ્રજાવત્સલ નેતાનું રાજ હશે.
પ્રજા સુખચેનથી જીવતી હશે, રાક્ષસોની અધોગતિ નિશ્ચિત હશે.
સ્થાપન થશે ફરી એક વાર એવા ધર્મનું જ્યાં સર્વધર્મ સમભાવની ભાવના જીવિત થશે.
ભાઈચારો પ્રજામાં વર્તાતો હશે, અસામાજિક તત્વોનો દેશનિકાલ થશે.
ઉર્ધ્વગતિ કરશે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે ત્યારે બીજા દેશ આપણી ઉપર નિર્ભય રહેશે,
શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થશે, અંધશ્રદ્ધાની ના કોઈ વિસાત રહેશે.
ડંકો વાગશે ફરી દરેક ક્ષેત્રમાં, વેપાર વાણિજ્ય, ન્યાય નિરાકરણ ભારતના જ હસ્તે હશે.
ભારત તરફ જ દુનિયાની દ્રષ્ટિ હશે, બીજા કોઈની આપણી સામે ના કોઈ હસ્તી હશે.
શેફાલી શાહ