જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગઇ કાલ સાંજે થયેલા આતંકી હુમલામાં ચાલીસથી પિસ્તાલીસ જેટલા ભારતીય જવાનો શહીદ થયા..
આ હુમલો એક પ્લાનીંગ પ્રમાણે કરવામાં આવેલો હતો કે જયારે જવાનો કોઇ તેમના સરકારી ફંકશનમાં જઇ રહયા હતા ત્યારે તેમને પોતાની બસ જવાનોની બસને અથાડીને હુમલો કરવામાં આવ્યો હતો આતંકીઓએ પહેલેથી પોતાની બસમાં હુમલો કરવાનો વિસ્ફોટ ભરેલો રાખ્યો હતો ને જેવો વિસ્ફોટ થયો ત્યારે બસમાં બેઠેલા જવાનોના શરીરો ચિથરે ચિથરા થઇ ગયા ચોફેર ઉડવા લાગ્યા તેમજ તેમનો સામાન પણ રોડ ઉપર થલવાઇ ગયો ધીરે ધીરે આખી બસ બળીને ભસ્મ થઈ ગઈ...
તમે જરા વિચારો કે કેવો હશે તે ખતરનાક હુમલો કે ઘડીના છઠ્ઠા ભાગમાં બધુ ખેદાન મેદાન થઇ ગયું... કાળજું કંપાવી દે તેવા દ્રશ્યો હતા કાશ જેને જોયા હશે તેને તો ઘણા સમય સુધી યાદ આવ્યા કરશે..
શું મળે છે લોકોને આવા આતંકી હુમલા કરીને!
જીવતી જાગતી જીંદગીઓ મોતને ભેટેછે ને તેની પાછળથી તેમના પરિવારો પણ નિરાધાર બનેછે બાળકો એક બાપ વગરના થાયછે માતાપિતા પણ પુત્ર વગરના બનેછે પત્ની પણ પતિ વગર વિધવા બને છે આમ એકની જીંદગી જવાથી પાછળ ઘણી જ જીદગીઓ એક લાચાર ને નિરાધાર બની જાયછે
આતંકી હુમલા ખાલી ભારતમાં જ નથી થતા આખી દુનિયામાં આવા હુમલા થતા હોયછે ખરેખર આવા હુમલા થતા રોકાય તેમાં જ આપણું તેમજ સૈનુ ભલું હોયછે.
માર્યા ગયેલા સૈ ભારતીય જવાનોને આપણે એક સાચા દિલ થી શ્રદ્ધાંજલી આપીએ...
જય જવાન ????