"અરે શેનો આ કલબલાટ આદર્યો છે...?...ઇ તમારા બચ્ચાં પાખું ફૂટતાંની સાથે જ તમને છોડી ચાલ્યા જાશે, બાપલા...!" વગડામાં કોઇ માળેથી નીચે આવેલા બચ્ચાં માટે કલબલાટ કરતાં પંખીઓને જોઈ ઘરડા ગંગાબાએ બરાડા નાખ્યા.
એકના એક દીકરા કાનજીના શહેર ચાલ્યા ગયા પછીથી 'ડાહ્યા' ગંગાબા આમ જ બધે રખડયા કરે છે..!
(ડૉ.સાગર અજમેરીની માઈક્રોફિક્શન સ્ટોરીઝમાંથી...)