શું કહું તને?
તને આઇ લવ યુ નહીં કહું..
મારી ક્ષણે ક્ષણ માં તારો પ્રેમ છે.
તને આઇ લવ યુ નહીં કહું..
મારાં રોમે રોમમાં તું વસે છે.
તને આઇ લવ યુ નહીં કહું..
મારાં શ્વાસો માં તારું હોવું અનુભવું છું.
તને આઇ લવ યુ નહીં કહું..
મારાં હૃદય નાં ધબકાર માં તારી સંવેદના વ્યક્ત થાય છે.
તને આઇ લવ યુ નહીં કહું..
મારી પળે પળ નો હિસાબ છે તું.
તને આઇ લવ યુ નહીં કહું..
મારું સુખ સમૃદ્ધિ નો આધાર છે તું.
તને આઇ લવ યુ નહીં કહું..
મારાં અસ્તિત્વ ની માદકતા બસ તું જ છે.
તને આઇ લવ યુ નહીં કહું..
મારાં સ્નેહ માં ઓતપ્રોત બની મારાં માં હેત ની હેલી છે તું.
તને આઇ લવ યુ નહીં કહું..
સ્નેહ ની જેમ મારે તારા પર ઓળઘોળ થવું છે...
તને આઇ લવ યુ નહીં કહું..
મારાં સાકાર સ્વરૂપ માં નિરાકાર કરવી છે તને..
તને આઇ લવ યુ નહીં કહું..
તારાં હૃદય કુંભ માં સ્થાન પામવું છે મારે..
તને આઇ લવ યુ નહીં કહું..
તારાં વહેતાં જોબન માં ઓગળવું છે મારે...
તને આઇ લવ યુ નહીં કહું..
તારાં શરીર કરતાં વધુ તારા શાશ્વત સ્વરૂપ ને પામવું છે મારે...
તને આઇ લવ યુ નહીં કહું..
તારાં ઉભરતા યૌવન માં તરબોળ થવું છે મારે...
તને આઇ લવ યુ નહીં કહું..
હંમેશ ને માટે હું તારો અને તારો જ થવા માંગુ છું...
જા યાર..
નહીં કહું.. તને...
આઇ લવ યુ... લવલી યાર..
હેપ્પી વેલેન્ટાઇન ડે યાર... ? ? ? ? ? ?