આજના આ પ્રેમીઓનાં દિવસે ચાલ ને ક્યાંક જઈએ...
ક્યાંક સંતાય સંતાય ને ચાલ ને મળીએ...
સંતાય સંતાય ને દરિયે જઈએ...
ખારા ખારા પાણી માં ડૂબકી મારીયે...
આજના આ પ્રેમીઓના દિવસે ચાલને ક્યાંક જઈએ...
ક્યાંક ઓઢી ઓઢી ને દોડીએ...
ઓઢી ઓઢીને તને આજે લાલ રંગની ચૂંદડી ઓઢાડું...
લાલ રંગ નાં એ રંગનાં પડછાંયા માં રંગાયે...
આજના આ પ્રેમીઓના દિવસે ચાલને ક્યાંક જઈએ...
ઠંડા ઠંડા ફુવારાનાં એ પાણીની ઝાંખી માં ભીંજાયે...
ઠંડા ઠંડા એ ફુવારા માં તને ભીંજાતી જોઈ લવ...
ભીંજાયેલ એ તારા શરીરને હું મારાં હાથથી લૂંછી લવ...
આજના આ પ્રેમીઓનાં દિવસે ચાલને ક્યાંક લપાઈ જઈએ...
ટૂંટિયું ટૂંટિયું બની ક્યાંક બેસી જઈએ...
ટૂંટિયું ટૂંટિયું હું તને કેમ બનાવું...
આજના જ દિવસે નહીં તને હું રોજ મળી લવ...