અતુલ - સાહેબ આ PUBG ગેમથી આજનો યુવાવર્ગ ગેરમાર્ગે દોરી જતો હોય એવું નથી લાગતું?
વિષ્ણુ - લાગે તો છે ખરેખર આજના યુવાવર્ગની તો મને પણ ચિંતા સતાવે છે.
અતુલ - ખરેખર આજનો યુવાવર્ગ જેટલો સમય સોસીયલ મીડિયા અને ગેમ રમે છે તેટલો સમય જો વિજ્ઞાનની શોધખોળ પાછળ સમય કાઢે તો ભારત એક બોધ્ધિક અને આર્થિક મહાસતા બની શકે છે.
વિષ્ણુ - સાચી વાત છે અને બીજું આ વેલેન્ટાઇન વાળાઓએ પણ ઉપાડો લીધો છે.
અતુલ - અરે હા એતો એન્જીનીયરીંગ કર્યુ છે એટલે યાદ ન હોય.
વિષ્ણુ - હાહાહા
અતુલ - તમારા મત મુજબ આ યુવાવર્ગને કઇ રીતે સમજાવીને યોગ્ય દિશા આપી શકાય?
વિષ્ણુ - વ્યક્તિએ પોતે જીવનમાં કાંઈક કરવાની જીદ રાખવી જોઈએ. અને તેને પુર્ણ કરવાના તમામ પ્રયાસ કરવા જોઈએ.
અતુલ - કયાં પ્રકારની જીદ રાખવી જોઈએ?
વિષ્ણુ - વૈજ્ઞાનિક બનવાની , કૃત્રિમ બુદ્ધિમતાના ક્ષેત્રમા અને બીજા ઘણા બધાં ક્ષેત્રમા આગળ વધવાની
અતુલ - બરાબર,, યુવાવર્ગ તમારી સલાહને અનુસરણ કરે એવી આશા રાખું છું. ચલો મળીએ પછી તમારી સાથે વાત કરીને આનંદ થયો.
વિષ્ણુ - મને પણ. ચલો મળીએ.
અતુલ - જય હિંદ
વિષ્ણુ - જય હિંદ