પપ્પા
અમારા પપ્પા અમારા આદર્શ વ્યક્તિ
શિખવાડી જેમણે અમને જીવનમાં નીતિ
તેઓ છે અમારા સૌના જીવની જીવાદોરી
સંભાળી જેમણે કુટુંબ ની સઘળી જવાબદારી
એમનો ગુસ્સો બરફ જેવો , પળભરમાં ગાયબ
એમની રમૂજવૃત્તિ અજબ , હસાવે સૌને ગજબ
જન્મ દિવસની શુભેચ્છા પાઠવીએ આજે અમે સૌ
જીવન બને તમારું આનંદમય , એવી પ્રાર્થના કરીએ સૌ