વચન promise day special
ચાલ તુ મને વચન આપ કે
મારા થી વિખુટો તું કદાપી નહીં પડે.......
આપણે વચનો તો આપી દઈએ,
પણ આજે સમય છે આપેલું વચન નિભાવીશ ને
મારા થી તું વિખુટો કદાપી નહીં પડે ને........
જીંદગી મારી હોય ને વચનો તારા હોય અને સાથ
તારો હોય ને સફર મારી હોય પણ જીંદગી ને જીંદગી માં તારી હાજરી હોય તો મારા યાર જીંદગી ની મુસાફરી મજાની ચાલશે,બોલ ને મારા યાર મારાથી તું વિખુટો કદાપી નહીં પડે ને.......
ભલે ને જીંદગી ની દરેક સફર ભલે ને કઠીન હોય તારાં વચનો ની હકીકત મારા પર હશે તો ભગવાન કસમ જીંદગી માં ઝેર પણ ઉદર માં સમાવવા તૈયાર ,બોલને મારા યાર મારા થી તું વિખુટો કદાપી નહીં પડે ને.........
ચાલ ને આપણે આપેલા વચનો ને હકીકત માં બદલીએ,ચાલ ને આપણે એકબીજા ના શુર માં શુર પુરી ને સંગીત માં તાલ માં તાલ ભરીને ન ચાલી શકીએ ભગવાન પણ કહે કે બેટા જલસા કરો બોલ ને મારા યાર તુ વિખુટો કદાપી નહીં પડે ને.......
ચલ આપણે આ સાથે વચન આપવાના દિવસ ને હકીકત માં બદલીએ તુ આપીશ ને મારો સાથ.....
શૈમી ઓઝા......